fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ એસટી બસ સ્ટેશનમાં ગુજરાતી ફિલ્મનું શુટિંગથી બસ સુધી પહોંચવામા ફાંફા

રાજકોટના શાસ્ત્રી મેદાન કે જ્યાં કામચલાઉ બસ સ્ટેશન છે ત્યાં ગુજરાતી ફિલ્મનું શુટિંગ શરૂ થતા તેને જાેવા માટે લોકોના ટોળા ઉમટયાં હતા. જેના કારણે મુસાફરોને મુશ્કેલી પડી હતી. ટ્રાફિક નિયમન માટે પણ સમસ્યા સર્જાઈ હતી. કોરોનાનું સંક્રમણ વધે તે રીતે લોકો ટોળામા ઉભા રહી ગયા હતા. ગુજરાતી ફિલ્મ જેસ્સુ જાેરદારનું શુટિંગ થયુ હતુ.
કોમેડી લવ સ્ટોરી આધારિત મૂવીમાં મનોજ જાેશી સહીતના કલાકારો છે. શહેરના અલગ- અલગ સ્થળો પર ૧૦ દિવસ સુધી ફિલ્મના દ્રશ્યો ફિલ્માવાશે. શાસ્ત્રી મેદાનમાં સ્થિત જૂના બસ સ્ટેન્ડમાં ફ્લ્મિ શુટિંગ થતું હોવાથી મુસાફરો ત્યાં ઉભા રહી ગયા હતા અને ટ્રાફ્કિ જામ કરી દીધો હતો. કોરોનાનાવધતા સંક્રમણ છતાં ભીડ જામી છતાં લોકોને હટાવવા કોઈ હતુ નહી. એસટી પાર્કિંગમાં પણ મુશ્કેલી પડી હતી.
આ મામલે વિભાગીય નિયામક યોગેશ પટેલને પૂછતા જાણવા મળ્યું કે, અમદાવાદ એસટી વડી કચેરી બાદ રાજકોટ એસટી વિભાગ અને પોલીસ કમિશ્નરની મંજૂરી સાથે ફિલ્મ શુટિંગ શરૂ કરાયુ છે. રાજકોટ બાદ મુંબઈ પછી ગોવામાં એમ ૩૫ દિવસ ફિલ્મનું શુટિંગ થશે અને ૨૦૨૧ના માર્ચ માસમાં ફિલ્મ રીલીઝ થશે.

Follow Me:

Related Posts