ગુજરાતના સૌરાષ્ટ્રના કદાવર નેતા ગણાતા એવા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને રાજકોટના મહાનગરપાલિકાના પૂર્વ નેતા વશરામભાઈ સાગઠિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીમાં જાેડાયા છે. તાજેતરમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામભાઈ આમ આદમી પાર્ટીમાં જાેડાવવા હોવાની વાત વહેતી થઈ હતી અને કોંગ્રેસ દ્વારા બન્ને નેતાઓ નો સંપર્ક કરી અને તેમને સમજાવવામાં આવ્યા હતા.ઈન્દ્રનીલ ગઈ કાલે દિલ્હીમાં હતાં. તેમણે આમ આદમી પાર્ટીના સંયોજક કેજરીવાલ સાથે મીટિંગ કરી હતી. આમ આદમી પાર્ટીની નિયતમાં કોઈ ખોટ નથી. એવું દિલ્લી અને પંજાબમાં જીત મેળવી પુરવાર કર્યુ છે. પજાબમાં જીત બાદ ગણતરીના દિવસોમાં કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો એક મેસેજ કરો એવું અભિયાન શરૂ કર્યું છે. જે ગુજરાતમાં દેખાતું નથી. એવું માનું છું કે અરવિંદ કેજરીવાલ પક્ષ માટે નહીં આમ આદમી માટે લડે છે. આમ આદમીનો પક્ષ અને સરકાર બને તેનાથી પ્રભાવિત થયો હતો. મારુ જાહેર જીવન હમેશા લોકો માટે રહ્યું હતું. હું કોંગ્રેસમાં હતો ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દ્રષ્ટિએ લાંછન છે.હું હમેશા લોકો માટે મારો સમય આપવો છે.
લોકો માટે સમય આપવો હોય તો ભાજપ કરતા કોંગ્રેસ સારો પક્ષ હતો અને આમ આદમી પાર્ટી લાગે છે માટે આપમાં જાેડાયો છું.આગામી દિવસો આમ આદમી પાર્ટીના છે. પ્રાઇવેટ હોસ્પિટલને ડોકટરો મળે તો સરકારી હોસ્પિટલમાં ડોકટરો કેમ ન મળે. હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જાેડાય એવું ઈચ્છું છું. ભાજપ ગુજરાતને ગમતું નથી. કોંગ્રેસ દમ દેખાડતું નથી. આપ સૌને ગમે છે.મને વિચાર ગમ્યો એટલે હું જાેડાયો છું.આજકાલ રાજકિય સ્થિતિ છે કે શું સોદા થયા એવું છે. હું સોદાનો માણસ નથી.ત્યાં મારી પ્રતિષ્ઠા નહોતી એવી નહોતું. અગત્યની વાત એ છે કે ભાજપની સરકાર ન જાેઈએ એ કોંગ્રેસમાં છે નહીં એટલે આપમાં જાેડાયા છીએ.હું પાર્ટી જે નક્કી કરે એમ ચૂંટણી લડીશ.હું લડવા કરતા પાર્ટીને ઉપયોગી થાઉં પરંતુ અગત્યતા ચૂંટણી લડવાની નહીં. કોંગ્રેસમાં મારો વ્યક્તિગત વાંધો ન હતો. કોંગ્રેસમાં આયોજનની ક્ષમતા છે.નરેશ પટેલ મારા મિત્ર છે. કોંગ્રેસમાં જાેડાવવાના છે મને ખબર નથી. નરેશ પટેલ હોય ત્યાં મારુ કદ વધે પણ ઘટે નહિ. કોઈપણ સમાજના સારું ઈચ્છતા વ્યક્તિ જાેડાતા હોય અને એમને લાગે તો જાેડાય જાય. રાજકોટમાં અમારા કામને જાેઈ બે વાર જીતાડયા છે.રાજકોટમાં પહેલીવાર આપ લડી અને બીજા નંબરે રહી છે.કાલે કેજરીવાલજીને મળ્યા અને આપમાં અમે જાેડાવવા ર્નિણય કર્યો.શિક્ષણ નીતિ અને આરોગ્ય અંગેની માહિતી મેળવી. ગામડાની સ્કૂલો પણ જાેઈ છે.એમના વિચારો રાષ્ટ્રવાદી છે.પંજાબમાં જે ઠરાવ એમને કરાવ્યો છે. ડો. બાબાસાહેબ અને ભગતસિંહની તસ્વીરનો આનંદ થયો છે.બંધારણ સાચવવું હોય તો તમામ ગુજરાતમાં દલિતોને જણાવુ છું કે આમ આદમી પાર્ટીમાં જાેડાવો.ગુજરાતના મુખ્યમંત્રી કહેતા હોય કે ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં પોલીસ ખાતું અને બીજા નંબરે રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે.જે શરમજનક છે. હું સૌ કોંગ્રેસ અને ભાજપના કાર્યકરો અને આમ આદમીને જે લોકો મારામાં વિશ્વાસ રાખતા હોય અને નીડર ઉભા રહેવાનો માનસિક અનુભવ કર્યો હોય તેઓ સૌ આમ આદમીમાં જાેડાય એવું ઈચ્છું છું. બહુ વાર લાગશે એવું માનનારા લોકોને કહેવા માગીશ કે આમ આદમીની સત્તાને વાર નથી. સરકાર ૨૦૨૨માં આપની બનશે. સૌના સહિયારા પ્રયાસથી થોડા જાેરના ઝટકા મારવાના છે.ભ્રષ્ટાચારનો ભરડો લઈ ચૂકેલા ભાજપને ૨૦૨૨માં જ દૂર કરીએ એવી ગુજરાતની જનતાને મારી અપીલ છે.આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી માટે ખુશીના સમાચાર છે.આજે અરવિંદ કેજરીવાલના નેતૃત્વથી પ્રભાવિત થઈ કોંગ્રેસના ત્રણ નેતાઓ આપમાં જાેડાઈ રહ્યા છે. કાલે કેજરીવાલ સાથે મુલાકાત કરી હતી. ઇન્દ્રનીલ રાજ્યગુરુ, વશરામ સાગઠિયા અને કોમલ બેન જાેડાયા છે. જેને કામ કરવું હોય લોકસેવા કરવી હોય તેના માટે માત્ર આપ વિકલ્પ છે.


















Recent Comments