રાજકોટ – ગરરિયાધાર એસ ટી સેવા એક માસ થી બંધ હાથ ઊંચો કરો ને મુસાફરી કરો પણ બસ ક્યાં ?

દામનગર ગારીયાધાર ડેપોની ગારીયાધાર -રાજકોટ બસ એક મહિનાથી બંધ જે આજુબાજુના વિસ્તારના લોકોને ભારે હાલાકી પડી રહી છે ગુજરાત સરકાર એસટી ડેપોના વહીવટ સુધારા માટે અર્થાત પ્રયત્નો કરી રહી છે ત્યારે ગારીયાધાર ડેપો નું રેઢીયાર તંત્ર હાલતા રૂટ બંધ કરી દેશે અને માત્ર શોભાના ગાંઠિયા સમાન ડેપો નવો અને જૂના રુટ બંધની અપનાવી રહ્યા છે જેની રજૂઆત સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા મુખ્યમંત્રી વેબ પેજ ઉપર રજૂઆત કરવામાં આવી છે કે ગારીયાધાર રાજકોટ રૂટ વહેલી તકે શરૂ કરવામાં આવે જ્યારે ડેપોમાં ફોન કરવામાં આવે ત્યારે સ્ટાફ નથી ગાડી નથી જેવા જવાબો મળે છે જેથી વહેલી 05:00 વાગ્યે ઉપડતી ગારીયાધાર રાજકોટ બસ વાયા શાખપુર દામનગર શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે
Recent Comments