ગુજરાત

રાજકોટ છઁસ્ઝ્રમાં લસણ, ધાણા, અને જીરું સહિતના પાકની સાથે કાચી કેરીની પણ આવક થઈ

માર્કેટ યાર્ડને આમ તો લોકો માત્ર જણસીઓની હરાજી માટે જ જાણતા હોય છે. પરંતુ હવે યાર્ડની છબી બદલાય તેવી શક્યાતાઓ ઊભી થઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા હવે ઘઉંનું વેચાણ પણ કરવામાં આવશે. યાર્ડ ધરતી પુત્રના નામે બ્રાન્ડ બનાવી છે. જેના થકી તે ઘઉંનું વેચાણ કરશે. યાર્ડમા પ્રીમિયમ ક્વોલિટીના ઘઉંનું વેચાણ સસ્તા દરે કરશે. ઉલ્લેખનીય છે કે, માર્કેટ યાર્ડમાં આજે લસણ, ધાણા અને જીરું સહિતના પાકની આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડના યુવા ચેરમેન જયેશભાઈ બોઘરાના માર્ગદર્શન હેઠળ યાર્ડ દ્વારા વ્યાજબી ભાવમાં ઘઉંનું વેચાણ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડના વાઈસ ચેરમેન વસંતભાઈ ગઢિયા, ડીરેક્ટર, સેક્રેટરી બી.આર.તેજાણી સહિતના યાર્ડ મેમ્બર્સના માર્ગદર્શન હેઠળ ઘઉંનું વેચાણ કરવામાં આવશે. માર્કેટિંગ યાર્ડ બેડી રાજકોટ આવક ગેટ પાસેના ભોજનાલયની બાજુમાં વેચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. અહીં ૬૮૦ રૂપિયા મણના ભાવે વેચાણ થઈ રહ્યું છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં ધાણાની ૧૬૧૧ ક્વિન્ટલ આવક થઈ હતી. ધાણાનો ભાવ એક મણનો ખેડૂતોને ૧૨૫૦થી ૧૮૪૦ રૂપિયા મળ્યા હતા. જ્યારે જીરુંની ૭૮૦ ક્વિન્ટલ આવક થઈ હતી. જીરુંનો એક મણનો ભાવ ખેડૂતોને ૩,૬૫૦ થી ૪,૫૭૫ રૂપિયા મળ્યા હતા. લસણની યાર્ડમાં ૧૨૦૦ ક્વિન્ટલ આવક થઈ હતી. લસણના ખેડૂતોને ૧૨૫૦થી ૨૭૭૫ રૂપિયા ભાવ મળ્યા હતા. માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે લાલ સુકા મરચાની ૫૨૦ ક્વિન્ટલ આવક થઈ છે. મરચાના ખેડૂતોને ૧૩૦૦ થી ૩૮૦૦ રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની ૧૫૪ ક્વિન્ટલ આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને ૩૦૦થી ૫૦૦ રૂપિયા ભાવ મળ્યા હતા.

રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં ૩૮૪૦ ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને ૩૩૦થી ૫૭૦ રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જાેવા મળી હતી. કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના ૨૦૦૦થી ૨૬૦૦ રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક ૨૮૬ ક્વિન્ટલ થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની આવક ૧૩૧૪ ક્વિન્ટલ આવક થઈ હતી. ટમેટાના ભાવ ૨૦૦થી ૩૦૦ રૂપિયા એક મણનો બોલાયો હતો. ટમેટાની સાથે સાથે મરચાની ૨૫૩ ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાના ખેડૂતોને ૨૦૦થી ૫૦૦ રૂપિયા ભાવ મળ્યા હતા.

Related Posts