fbpx
ગુજરાત

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસઃ બે દિવસની પૂછપરછ બાદ આરએમસી ના ટી પી ઓ સાગઠિયા અને ડે.

રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ધરપકડ કરાયેલા અને હાલ રિમાન્ડ પરના આરએમસીના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને ડે. ઈજનેર મુકેશ મકવાણાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ટીઆરપી ગેમઝોન સહિત ૬૯૨ ગેરકાયદેસર બાંધકામ હોવાનો મોટો ઘટસ્ફોટ થતા સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી છે. આ બંને અધિકારીએ નોટિસ આપી ડિમોલિશન કરવાના બદલે મીલિભગતથી આ બધું ચાલતું હોવાનુ પણ સામે આવ્યુ છે.

છેલ્લા ૧૦ થી વધુ વર્ષથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા સાગઠિયાએ અનેક ગેરકાયદે બાંધકામોને મંજૂરી આપી હોવાનો ખૂલાસો થયો છે.અગ્નિકાંડની ઘટનામાં ગુનાની તપાસ કરતી સિટની ટીમે અત્યાર સુધીમાં અનેક અધિકારીઓને બોલાવી તેમની સઘન પૂછપરછ કરી ચુકી છે અને નિવેદનો નોંધી ચુકી છે. ટીઆરપી ગેમઝોનને લાયસન્સ આપનાર, રિન્યુ કરનાર પોલીસ ઇન્સ્પેકટર સહિતનાની પણ પૂછપરછ કરવામાં આવી છે. રાજ્ય સરકારે રચેલી સિટે પણ લાયસન્સિંગની પ્રક્રિયા સાથે સંકળાયેલા આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરી છે.જાે કે, આ કેસમાં ધરપકડ કરાયેલા હાલ રિમાન્ડ પરના આરએમસીના પૂર્વ ટીપીઓએ પોતાનો એવો લુલો બચાવ પણ કરતા જાેવા મળ્યા કે તેણે તેના વિભાગના તાબા હેઠળના અધિકારીઓને બાંધકામ તોડી પાડવા માટે સૂચના આપી હતી પરંતુ તેમણે તેમ કરવામાં આવ્યું ન હતું.

Follow Me:

Related Posts