રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક કરતૂતનો પર્દાફાશ
દેશ અને રાજ્યને હચમચાવી નાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી મનસુખ સાગઠિયાની વધુ એક મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે જેમાં અગ્નિકાંડની તપાસથી બચવા અનેક પેંતરાબાજી કરી હોવાનું સામે આવી રહ્યું છે. મનસુખ સાગઠિયાએ એસઆઈટીને ગેરમાર્ગે દોરવા માટે અનેક પેંતરાબાજી અપનાવી હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. મનસુખ સાગઠિયાએ ટીપીઓ શાખાની બનાવટી મિનિટ્સ નોટ બનાવી હતી અને તેમાં સ્ટાફને ધમકાવી સાગઠિયાએ મિનિટ્સ નોટમાં સહી પણ કરાવી હતી. સાગઠિયાએ અગ્નિકાંડ બાદ ૨૭મીએ સાંજે સ્ટાફની તાબડતોબ મિટિંગ બોલાવી હતી. અગાઉથી તૈયાર કરાવેલ બોગસ મિનિટ્સ નોટ પર સ્ટાફને ધમકાવી સહી કરાવી હતી.અગ્નિકાંડના ગુનાથી બચવા મનસુખ સાગઠિયાએ ષડયંત્ર રચ્યું હોવાનુ સામે આવ્યુ છે. સમગ્ર મામલે એમ.ડી સાગઠિયા વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.મનસુખ સાગઠિયા વિરૂદ્ધ ગુનો નોંધવામાં સરકાર ફરિયાદી બની છે. જો કે, એસઆઈટીના સભ્ય પોલીસ સબઇન્સપેક્ટર ડી.સી. સાકરિયા દ્વારા આ બાબતે ગુનો પણ દાખલ કરાવવામાં આવ્યો છે.
Recent Comments