રાજકોટ ટ્રાવેલ એજન્ટોએ પ્રોત્સાહન આપવાની માંગ સાથે સાયકલ રેલી યોજી
પ્રવાસન ઉદ્યોગને સ્પર્શતા અને ટ્રાવેલ એજન્ટોને કનડતા પ્રશ્નો અંગે સરકારનું ધ્યાન દોરવા માટે સતત પ્રયત્નશિલ ટુરિઝમ લીડર્સ ક્લબ પોતાની માંગ બુલંદ બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે અને તેના એક ભાગરૂપે રાજકોટમાં એક સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજકોટ ડિસ્ટ્રિક્ટ ટ્રાવેલ એજન્ટ એસોસિએશન દ્વારા આ સંદર્ભે સત્તાધીશોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે અને ટ્રાવેલ એજન્ટ ના પ્રશ્નો અંગે તબક્કાવાર રજૂઆતો પણ કરવામાં આવી છે.
અત્યારે કોરોના કાળમાં પ્રવાસન ઉદ્યોગ ની માઠી બેઠી છે અને ટ્રાવેલ એજન્ટ ના બિઝનેસ ઉપર પણ ઘણી વિપરીત અસર પડી છે ત્યારે સરકારે કેટલીક છૂટછાટો આપવી જાેઈએ તેવી માગણી કરવામાં આવી છે ખાસ કરીને સૌરાષ્ટ્રને અડીને આવેલા સંઘપ્રદેશ એવા દીવમાં ૧૪૪મી કલમ લાગુ કરવામાં આવી છે તે તકલીફ દૂર કરવી જાેઈએ. સાથોસાથ એરપોર્ટ રેલવે સ્ટેશન કે બસ પોર્ટ ઉપર આવતા મુસાફરોના આર.ટી.પી.સી.આર.ટેસ્ટ વિનામૂલ્યે કરવાની સુવિધા ઉભી કરવી જાેઈએ.ટ્રાવેલ એજન્ટો ની માગણી એવી છે કે સરકારે તમામ એજન્ટને પ્રોત્સાહન મળી રહે તે માટે કમિશનની યોજના લાગુ કરવી જાેઇએ. એટલું જ નહીં સરકારે ઓનલાઇન બુકિંગ ઉપર પણ નિયંત્રણ લાદવા જાેઈએ .જાે નિયંત્રણો લાદી ન શકાય તો ભારે ટેક્સ લગાવવો જાેઈએ .સરકાર જાે આમ કરશે તો પ્રવાસીઓ ટ્રાવેલ એજન્ટ તરફ વળશે અને આ ઉદ્યોગ ફરી જીવંત બનશે.
Recent Comments