સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ ડોક્ટરો દ્વારા ચક્ષુદાન અને અંગદાનનો સંકલ્પ પત્ર ભર્યા

ગુજરાતભરના ડોક્ટરો હડતાળ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં સિનિયર ડોક્ટરોની હડતાળનો ત્રીજાે દિવસ છે. તબીબો ચક્ષુદાન અને અંગદાનનો સંકલ્પ પત્ર ભરી રહ્યા છે. તેમજ સિવિલ હોસ્પિટલની અંદર પીડીયુ મેડિકલ કોલેજના પટાંગણમાં તબીબો ધરણા પર બેઠા છે. ધરણામાં પણ ડોક્ટરો મોબાઈલ ટીંચતા નજરે પડી રહ્યા છે. હડતાળને પગલે સિવિલ હોસ્પિટલમાં બે દિવસમાં ૭૦ પ્લાન્ડ સર્જરી ન થઇ શકતા દર્દીઓ કણસતી હાલતમાં રઝળી પડ્યા છે અને પીડા સહન કરી રહ્યા છે.

સરકાર મૂંગા મોઢે જાેઈ રહી હોવા છતાં કણસતા દર્દીઓનું કોણ સાંભળશે તેવો સવાલ ઉઠ્‌યો છે. ડોક્ટરો પણ એક જ જીદ પર છે કે જ્યાં સુધી પડતર માગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાળ શરૂ રાખવામાં આવશે. બીજી તરફ સરકાર પણ ઉંઘી રહી હોય તેવું સ્પષ્ટ થતું હોવાની ચર્ચા લોકોમાં ઉઠી છે. હડતાળનો ત્રીજાે દિવસ છે અને અમે દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પપત્રો ભરી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છીએ. આજની તારીખમાં પણ અમારી ઓપીડી, ઓપરેશન, મેડિકલ પરીક્ષાઓ સહિતનું બંધ છે.

ચક્ષુદાન પણ મહત્વનું છે, અમારી આંખ કોઇ જરૂરિયાતમંદ દર્દીને મળશે અને રોશની મળશે. એટલે અમે સંકલ્પપત્ર ભરી રહ્યા છીએ. સરકાર હવે સંવેદના દર્શાવે એ અમે ઇચ્છીએ છીએ. આ ઉપરાંત આવતીકાલે એટલે કે ૭ એપ્રિલે પણ તબીબો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ૮ એપ્રિલે કાળા ડ્રેસ કોડ સાથે રેલી યોજવામાં આવશે. આ રેલી બાદ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ કોરોના વોરિયર તરીકે આપવામાં આવેલા સર્ટિફિકેટ પરત કરવામાં આવશે. તેમજ ૯ અપ્રિલે કેમ્પસની સાફ-સફાઈ કરી વિરોધ દર્શાવવામાં આવશે. ડોક્ટરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી.

Follow Me:

Related Posts