લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમાન ખોડલધામમાં રાજકારણને પ્રવેશ આપવામાં આવશે નહીં તેવો નિયમ ટ્રસ્ટીઓ અને ચેરમેને બનાવ્યો છે. ત્યારે ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાને ભાજપે રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે. આથી નિયમ મુજબ રમેશ ટીલાળાએ ખોડલધામ ટ્રસ્ટમાંથી ટ્રસ્ટી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજકારણમાં પ્રવેશ કરતા જ રમેશ ટીલાળાએ પોતાનું ટ્રસ્ટી પદેથી ખોડલધામમાંથી રાજીનામું આપ્યું છે. રમેશ ટીલાળા લેઉવા પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા ખોડલધામ, કાઠિયાવાડ બાલાશ્રમ સાથે રાજકોટના ટોચના ૫ બિલ્ડરોમાંના એક છે, તેઓ પટેલ કન્યા છાત્રાલય અને રાજકોટ લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે. શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
પરંતુ ટીલાળા ચેરમેન બન્યા બાદ તેઓ આ વિસ્તારના વિકાસ માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. રમેશ ટીલાળાએ શાપર-વેરાવળમાં પ્રાથમિક શાળામાં ધો.૭ સુધી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેમણે વ્યાપાર-ઉદ્યોગ અને સામાજિક ક્ષેત્રે ખૂબ મોટુ નામ બનાવ્યું છે. રમેશ ટીલાળા લેઉવા પટેલ સમાજના ટ્રસ્ટી છે, જન્મ ૧૫ જાન્યુઆરી ૧૯૬૪ના રોજ રાજકોટ જિલ્લાના શાપર ગામમાં થયો હતો. ૭ પાસ રમેશ ટીલાળા પહેલા ખેતરમાં ખેતી કરતા હતા અને ખેતી કરતા હતા ત્યારે તેમને ઉદ્યોગ સ્થાપવાનો વિચાર આવ્યો. આ વિચારની શરૂઆત તેમણે કાપડ ઉદ્યોગથી કરી હતી. કાપડ ઉદ્યોગમાં સફળતા મેળવ્યા બાદ તેમણે એક પછી એક નવા ઉદ્યોગ શરૂ કર્યા અને આજે તેમના રાજકોટ અને આણંદમાં કુલ ૭ ઉદ્યોગો છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રજા પાસે મત માગવા રાજકીય નેતાઓ દોડી રહ્યા છે. પરંતુ ચૂંટણી સમયે જ પ્રજા પોતાની સમસ્યાઓનો ઉકેલ ન આવતો હોય તો વિરોધ કરે એ સ્વાભાવિક છે. પરંતુ રાજકોટના મોટામવા વિસ્તારની ૨૫ સોસાયટીના લોકો આજે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મતદાન બહિષ્કારનો ર્નિણય કર્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ સાથે પુરૂષો પણ એકઠા થયા હતા. લોકોએ ‘પીવાનું પાણી નહીં તો મત નહીં, રાજકીય પક્ષોએ આવવું નહીં’ના બેનર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. આ ૨૫ સોસાયટીમાં ૨૦ હજાર મતદારો છે. પરંતુ છેલ્લા ચાર વર્ષથી પ્રાથમિક સુવિધા ન મળતા લોકોએ નાછૂટકે રસ્તા પર ઉતરી આવવું પડ્યું હતું.


















Recent Comments