રાજકોટ પીજીવીસીએલના નાયબ ઈજનેર ૬૦ હજારની લાંચ લેતા ઝડપાયા
રાજકોટના વિંછીયામાં એન્ટી કરપ્શન બ્યુરોએ રાજકોટ પીજીવીસીએલના નાયબ ઇજનેરને રૂ.૬૦ હજારની લાંચ લેતા ધરપકડ કરી છે. નાયબ ઇજનેર સાથે અન્ય એક વચેટીયો પણ પકડાયો છે. જ્યાં એસીબી દ્વારા વિંછીયાના સત્યજીત સોસાયટીમાં છકટુ ગોઠવવામાં આવતા પીજીવીસીએલના નાયબ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં કાર્યવાહી થવા પામી હતી.
આ કામના ફરીયાદીને પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર ખુશાલસિહ દાંતલાએ ડાયરેકટ તાર નાંખી વીજ ચોરી કરેલ હોવાનું જણાવી જે વિજચોરીનો ગુન્હો દાખલ કરવાનુ અને તેમાં ૫ લાખનો દંડ તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી જાે ગુન્હો દાખલ ન થવા દેવો હોય તો રૂ.૨ લાખનો વહીવટ કરવાનું જણાવ્યું હતું. આ અંગે ફરીયાદીએ રકઝક કરતા અને ઓછુ કરવા જણાવતા રૂ.૮૦ હજાર અને છેલ્લે રૂ.૬૦ હજાર આપવા જણાવ્યું હતું. ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય રાજકોટ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરેલ.
જે આધારે આજે વિંછીયા ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન પીજીવીસીએલના નાયબ ઇજનેર દેવેન્દ્ર દાંતલા અને તેના સહયોગી અજય ડાભીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂા.૬૦ હજારની લાંચની રકમ માંગી, સહયોગી અજય ડાભીને આપી હતી. એ જ સમયે એસીબીની ટીમ આવી જતા બન્ને રંગે હાથ ઝડપાયા હતા. સરકારી બાબુને સસપેન્ડ કરાયાસૌરાષ્ટ્રમાં એસીબીનાં છટકામાં છેલ્લા સાડા છ વર્ષમાં ૨૧૦ અધિકારી અને કર્મચારી ઝડપાયા છે. જેમા એક વિગત મુજબ ગૃહવિભાગનાં જ ૬૩ કેસ હોવાનું માનવામાં આવે છે. દારૂ પીધેલા હોય તો છોડી મુકવાના, ઝડપાયેલા આરોપીને માર ન મારવા વગેરે સહિતના કેસમા એક ચોક્કસ ભાવ જાણે પોલીસે બાંધી લીધા હોય તેવું લાગે છે અને લાંચ માંગવાનાં અનેક કિસ્સાઓ બહાર આવી ચુક્યાં છે. આવા કેસમાં સરકારી બાબુને સસપેન્ડ કરવા સુધીનાં પગલા પણ ભરવામાં આવતા હોય છે.
Recent Comments