રાજકોટ બેડી માર્કેટ ખાતે કોંગ્રેસે ભાજપના કિસાન સન્માન દિવસની ઊજવણી વિરુદ્ધ પ્રદર્શન કર્યું
એક તરફ સરકાર દ્વારા આજે કિસાન સન્માન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા ખેડૂત ખેતી બચાવો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાજકોટ બેડી માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જાેકે આ સમયે પોલીસે ગુજરાતના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ સહિત ૨૦ જેટલા આગેવાનો અને કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી જીતેન્દ્ર બઘેલ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટ ખાતે આજે કોંગ્રેસ દ્વારા સરકાર કિસાન સન્માન કાર્યક્રમ સામે ખેડૂત ખેતી બચાવો અભિયાન કાર્યક્રમ અંતર્ગત બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર વિરુદ્ધ ઉગ્ર સુત્રોચાર કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ સમયે કુવાડવા પોલીસ દ્વારા વિરોધકર્તા ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી સહિત રાજકોટ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે, ગુજરાતની ભાજપ સરકાર ૫ ઓગસ્ટના દિવસે કિસાન સન્માન દિવસ ઉજવીને ગુજરાતના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરી રહી છે. ગુજરાતના ખેડૂતો પર ૯૦ હજાર કરોડ કરતા પણ વધારે દેવું થઈ ચૂક્યું છે. આજે ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો છે. એક બાજુ ખાતર ન મળે, બિયારણ ન મળે, સિંચાઈ, વીજળી તમામ મોંઘુ હોય તેવા સંજાેગોમાં ખેડૂતોને ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી. પાક વીમાથી રક્ષણ ન મળતા ખેડૂત અને ખેતી ખતમ કરવા માટેનું ષડયંત્ર હોય તે રીતે જમીન માપણીમાં મોટા પ્રમાણમાં કોભાંડ કરવામાં આવ્યા છે.
Recent Comments