રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ નો જોડતો લાઠી તાલુના હીરાણા ગામનો માર્ગ રૂ ૫૦ લાખના ખર્ચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મંજુર કરી ખાત મુહૂર્ત કરી કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ હતી..લાઠી તાલુકાના હીરાણા ગામના ભાવનગર રાજકોટ મુખ્ય હાઇવે ને લાઠી જતો જિલ્લા માર્ગ પેવર કરવાના આ મહત્વ ના આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રીએ મંજુર કરાવી જિલ્લા પંચાયત હસ્તકના રસ્તાને શુભારંભ કરાવ્યો હતો આ કાર્યક્રમમાં ખાસ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ જિલ્લા સભ્ય શ્રી જીતુભાઈ ડેર, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ આ ગામના વતની ઘનશ્યામભાઈ વિરાણી, બાવલાભાઇ આહીર,સરપંચ શ્રી પ્રતાપભાઈ આહીર, કરકોલીયા ગામના સરપંચશ્રી તાલુકા પંચાયતના સભ્ય શ્રી રાકેશભાઈ તેમ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યશ્રીએ આ વિસ્તારનો પ્રતિનિધિત કરી તમામ ગામના રસ્તાઓને જોડી અને જે કામગીરી કરી છે તેમને ઉપસ્થિત જનમેદની બિરદાવી હતી અને આ કામ શરૂ થતા લોકોએ અભિનંદન સાથે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી
રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવેને જોડતો લાઠી તાલુકામાં હીરાણા ગામના માર્ગ રૂ ૫૦ લાખના ખર્ચે મંજુર


















Recent Comments