fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મનપા દ્વારા વોર્ડ નં.૧૩માં ૮૦ મકાન પર બુલડોઝર ફેરવી નખાયું

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાંબા સમય બાદ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નં.૧૩માં આવેલા ખોડિયારનગરમાં ૮૦ મકાન પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈ અઇચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનાં ધાડેધાડાં ઉતારી આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, ઁય્ફઝ્રન્, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ જાેડાઈ હતી. ખોડિયારનગરમાં ટીપી રોડ પસાર થવાનો હોવાથી ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ૮૦ મકાનમાં ૧૨૦ પરિવાર રહે છે, જેની હાલ ઉપર આભ અને નીચે ધરતી જેવી સ્થતિ જાેવા મળી રહી છે. મનપાએ ડિમોલિશન કરી ૧૨.૮૦ કરોડની જમીન ખુલ્લી કરી છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૩ના ખોડિયારનગર એસટી વર્કશોપ પાછળ ટીપી રોડ બનાવવા માટે ૮૧ મકાનને નોટિસ આપવામાં આવી હતી, જેમાં ૮૧માંથી ૮૦ મકાન તોડી પાડવાનો આદેશ મનપાએ કર્યો હતો, આથી બે દિવસ પહેલાં જ પોતાના ઘરને બચાવવાની માગણી સાથે લોકોનું ટોળું મનપા કચેરી ખાતે ઊમટી પડ્યું હતું. મનપાએ આ મકાન તોડવા માટે એક વર્ષ પહેલાં નોટિસ પાઠવી હતી, આથી લોકો મકાન બચાવવા માટે મનપા કચેરીએ દોડી આવ્યા હતા.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે કોઠારીયા વિસ્તારમાં રૂ. ૧૨.૮૦ કરોડના મૂલ્યની ૩૧૮૧.૦૯ ચો.મી. જેટલી જમીન પરના અનધિકૃત બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાની સૂચના અનુસાર તથા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ટી.પી. રોડના દબાણ દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું.

Follow Me:

Related Posts