fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત હિસાબી ગોટાળા

રાજકોટ મહાનગરપાલિકા રેકર્ડ રાખવામાં સાવ કંગાળ છે. ક્યુ કામ ક્યારે થયું તેની કોઇ વિગતો મળતી નથી. વાઉચર પણ આડેધડ રખાય છે. ૨૦ મિનિટ સુધી રેકર્ડની પદ્ધતિ અંગે નિંદા કરી ધરમૂળથી ફેરફારો સૂચવ્યા છે. આ ઉપરાંત જે પણ પેરા લોકલ ફંડે કાઢ્યા છે તે તમામના જવાબ નિયત સમયમાં આપી દેવા કહ્યું છે. રાજકોટ મનપાએ ઓડિટરોને માત્ર પત્રકો જ આપીને સંતોષ માની લીધો હતો. બેઠકમાં આવાસને લગતા પેરામાં પત્રક રજૂ થતા એક્ઝામિનરે પત્રક ઉઠાવીને સ્પષ્ટ કહી દીધું હતું કે, આવા પત્રકો ન ચાલે ઓડિટ માટે જે વિગત માગી હોય તેના તમામ આધાર પુરાવા પણ આપવા પડે. આ એકવાર નથી કે મનપાના હિસાબી ગોટાળા બહાર આવ્યા હોય. અત્યાર સુધીમાં અનેક ગોટાળા બહાર આવ્યા છે પણ મનપા તેના જવાબો પણ આપતી નથી. લોકલ ફંડ ઓડિટે આ મામલે ગંભીર નોંધ કરી છે કે ગુજરાત લોકલ ફંડ ઓડિટ એક્ટ ૧૯૬૩ની કલમ ૯(૧) મુજબ પ્રાથમિક વાંધાની પ્રથમ પૂર્તતા રિપોર્ટ મળ્યાના ૪ મહિનામાં કરવાની હોય છે. પણ, રાજકોટ મહાનગરપાલિકામાં ૨૦૧૦-૧૧થી ૨૦૧૬-૧૭ સુધીના વર્ષમાં ઓડિટના બાકી ૧૧૯૪ ફકરાઓના જવાબ દેવાની પૂર્તતા હજુ સુધી મનપાએ કરી નથી જે ગંભીર બાબત છેરાજકોટ મહાનગરપાલિકા ફરી એક વખત હિસાબી ગોટાળામાં સપડાઈ છે. લોકલ ફંડે ૨૦૧૭-૧૮ના પૂરા થતા વર્ષના મનપાના હિસાબો ઓડિટ કરતા તેમાં ૩૭૭ કરોડ રૂપિયાની ચૂકવણી કરેલા ૫ લાખથી વધુની એક જ વાઉચરથી ચૂકણવી થઈ હોય તેવા ૧૩૬૪ વાઉચર લોકલ ફંડને અપાયા ન હતા. આ ઉપરાંત નિયમ મુજબ મનપાએ બે મહિના પસંદ કરવાના હોય જે મહિનામાં ચૂકવણી થઈ હોય તે તમામ બિલ અને વાઉચર રજૂ કરવાના હોય છે. મનપાએ આ માટે ઓક્ટોબર ૨૦૧૭ અને માર્ચ ૨૦૧૮ પસંદ કર્યા હતા તેના બધા વાઉચર આપ્યા હતા પણ લોકલ ફંડ ઓડિટે ડ્રોઈંગ શીટ સાથે વાઉચરોનું મેળવણું કરતા ૧૬૪૦ વાઉચર ગાયબ હતા જેમાં ૧૨૯ કરોડ રૂપિયા ચૂકવાયા છે. આ રીતે મનપાએ કરેલી બેફામ ચૂકવણીઓમાં હિસાબ જ નથી મળતા. વાઉચરો ઉપરાંત મનપાના કામમાં અલગ અલગ ૨૧ વાંધા રજૂ કર્યા હતા જેમાં કરોડો રૂપિયાની રિકવરી કરવાની થાય છે. આ તમામ વિગતોને લઈને રાજ્યના લોકલ ફંડના ચીફ એક્ઝામિનર સહિતના ઉચ્ચ અધિકારીઓ ચારૂબેન ભટ્ટ, એમ.કે. પટેલ, સમીર ગામોત સહિતના રાજકોટ આવ્યા હતા. તેઓએ મનપાના તમામ શાખાઅધિકારીઓ, સિટી ઈજનેરો તેમજ બધા ડીએમસી અને મ્યુનિસિપલ કમિશનરની સાથે ક્લોઝિંગ મિટિંગ રાખી હતી.

Follow Me:

Related Posts