રાજકોટ મહાનગરપાલિકા માટે ભાજપે ૧૮ વોર્ડ માટે ૭૨ ઉમેદવારોની કરી જાહેરાત
પોતાના ઉમેદવારોની જાહેરાત સાથે હવે ભાજપ મેદાનમાં આવ્યું છે. સૌથી પહેલા ભાજપ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટના ૧૮ વોર્ડના તમામ ઉમેદવારોની યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. ૧૮ વોર્ડના ૭૨ ઉમેદવારોના નામ જાહેર કરવામા આવ્યા છે. રાજકોટના ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણી દ્વારા આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના ઉમેદવારોમાં યુવાનોની સાથે મહિલાઓને પણ તક આપવામાં આવી. જેમાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. જાેકે, પૂર્વ મેયર બીના આચાર્યને પણ ટિકિટ આપવામાં ન આવી. આ યાદીમાં ૨૨ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. ૫૦ જેટલા નવા ચહેરા મૂકવામા આવ્યા છે. બાકીના તમામ ઉમેદવારો નવા છે. એટલે કે પક્ષે અનેક નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે. તો આ સાથે જ રાજકોટ ભાજપમાં નારાજગીના સૂર ઉઠ્યા છે.
ભાજપે અનેક વોર્ડમાં કોર્પોરેટરની ટિકિટ કાપી છે. જેમાં કેટલાક કોર્પોરેટ નવા આવ્યા છે. આખેઆખી પેનલ સાફ થઈ ગઈ છે. આ વખતે અનામતનું રોટેશન આવ્યું છે જેમાં સમીકરણ ગોઠવવા માટે અનેક કોર્પોરેટરની ટિકિટ કાપવામાં આવી છે. અનેક જગ્યાએ સામાન્ય બેઠક અનામતમાં કન્વર્ટ થઈ છે. લગભગ અનેક મહાનગરપાલિકામાં આ નિયમ લાગુ પડશે. જેથી ૫૦ ટકાથી કોર્પોરેટર રિપીટ ન થાય તેવુ જાેવા મળશે. રોટેશન અને ભાજપના ત્રણ નવા નિયમોને કારણે અનેક કોર્પોરેટરની ટિકિટ કપાઈ છે. જેમાં ૫, ૭ અને ૮ નંબરના વોર્ડમાં ચારેય કોર્પોરેટરના પત્તા કપાયા છે. અહી નવા ચહેરાઓને સ્થાન અપાયું છે.
રાજકોટ ભાજપમાં ટિકિટ ન મળતા નારાજગીનો દોર શરૂ થયો છે. જેમાં વોર્ડ નંબર ૧૪ના પ્રમુખ અનિલ જાેશીએ પક્ષમાંથી રાજીનામા આપવાની ચીમકી આપી છે. ટિકિટ ન મળતા અનિષ જાેશી નારાજ થયા છે. તેઓ ચાલુ પત્રકાર પરિષદમાં અપશબ્દો બોલીને ત્યાંથી નીકળી ગયા ન હતા. તો શહેર કાર્યાલય ખાતે અનેક કાર્યકરો પણ નારાજ જાેવા મળ્યા છે.
રાજકોટના ઉમેદવારો
રાજકોટ વોર્ડ ૧માં દુર્ગાબા જાડેજાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૧માં ભાનુબેન બાબરિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૧માં હરિભાઇ ખીમાણીયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૧માં ડો.અલ્પેશ મોજરીયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૨ માં દર્શિતાબેન શાહને ટિકીટ
રાજકોટ વોર્ડ ૨ માં મીતાબેન જાડેજાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૨ માં મનીષ રાડિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૨ માં જૈમિન ઠક્કરને ટિકીટ
રાજકોટ વોર્ડ ૩ માં અલ્પાબેન દવેને ટિકીટ
રાજકોટ વોર્ડ ૩ માં કુસુમબેન ટેકવાણીને ટિકીટ
રાજકોટ વોર્ડ ૩ માં નરેન્દ્રસિંહ જાડેજાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૩ માં બાબુ ઉધરેજાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૪ માં કંકુબેન ઉધરેજાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૪ માં નયનાબેન પેઢડિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૪ માં પરેશભાઈ પીપળીયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૪ માં કાળુભાઈ કુંગરસિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૫ માં વજીબેન ગોલતરને ટિકીટ
રાજકોટ વોર્ડ ૫ માં રસીલાબેન સાકરીયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૫ માં દિલીપ લુણાગરિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૫ માં હાર્દિક ગોહિલને ટિકીટ
રાજકોટ વોર્ડ ૬ માં દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયાને ટિકીટ
રાજકોટ વોર્ડ ૬ માં પરેશભાઇ પીપળીયા, ભાવેશભાઇ દેથારિયાને ટિકીટ
રાજકોટ વોર્ડ નં ૭માં દેવાંગ માંકડ, નેહલભાઇ શુક્લને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૭માં વર્ષાબેન પાંઘી, જયશ્રીબેન ચાવડાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૮માં ડો.દર્શનાબેન પંડ્યા અને પ્રિતિબેન દોશીને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૮માં અશ્વિન પાંગર, બિપિન બેરાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૯માં દક્ષાબેન વાસાણી, આશાબેન ઉપાધ્યાયને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૯માં પુષ્કરભાઇ પટેલ, જીતુભાઇ કાટોડિયાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૦માં જ્યોત્સ્નાબેન ટીલાળા, રાજેશ્વરીબેન ડોડીયાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૦માં ચેતન સુરેજા, નરેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૧માં ભારતીબેન પાડલીયા, લીલુબેન જાદવને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૧માં વિનુભાઇ સોરઠીયા, રંજિતભાઇ સાગઠીયાને ટિકિટિ
રાજકોટ વોર્ડ નં ૧૨માં મિતલબેન લાઠીયા, મગનભાઇ સોરઠીયાને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૨માં અસ્મિતાબેન દેલવાડીયા, પ્રદીપ ડવને ટિકિટ
રાજકોટ વોર્ડ નં-૧૪માં ભારતીબેન મકવાણા,વર્ષાબેન રણપરા
રાજકોટ વોર્ડ નં-૧૪માં નિલેશ જુલુ,કેતન ઠુંમર
રાજકોટ વોર્ડ નં-૧૫માં ડો.મેઘાવીબેન સિંધવ,ગીતાબેન પારધી
રાજકોટ વોર્ડ નં-૧૫માં વિનુ કુમારખાણીયા,વરજાંગ હુમલ
રાજકોટ વોર્ડ નં-૧૬માં કંચનબેન સિદ્ધપુરા,રૂચિતાબેન જાેશી
રાજકોટ વોર્ડ નં-૧૬માં સુરેશ વસોયા, નરેન્દ્ર ડવ
રાજકોટ વોર્ડ નં-૧૭માં અનિતાબેન ગોસ્વામી,કિર્તીબા રાણા
રાજકોટ વોર્ડ નં-૧૭માં વિનુ ઘવા, રવજી મકવાણા
રાજકોટ વોર્ડ નં-૧૮માં દક્ષાબેન વાઘેલા,ભારતીબેન પરસાણા
રાજકોટ વોર્ડ નં-૧૮માં સંજયસિંહ રાણા,સંદીપ ગાજીપરા
શહેર પ્રમુખની ચાલુ પ્રેસમાં અનિષ જાેશીએ ગાળો ભાંડી
ઉમેદવાર તરીકે નામ ન આવતા અનિષ જાેશીએ શહેર પ્રમુખ કમલેશ મિરાણીને ચાલુ પ્રેસ દરમિયાન ગાળો ભાંડી હતી. બાદમાં નારાજ થઇને ભાજપનું કાર્યાલય છોડી જતા રહ્યાં હતા. અનિષ જાેશીની નારાજગીથી શહેર પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના દિગ્ગજ નેતાઓ કાર્યાલયની ઓફિસમાં દરવાજાે બંધ કરી જતા રહ્યાં હતા. મીડિયાને પણ અંદર પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.
રાજકોટમાં સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે
ભાજપના દાવેદાર નરેન્દ્ર રાઠોડે જણાવ્યું હતું કે, છેલ્લા ૩ વર્ષથી મારી રાજકોટ ભાજપમાં ઉપેક્ષા થઇ રહી છે. હું ગઇકાલે પણ ભંડેરી-ભારદ્વાજ અને મીરાણીને મળ્યો હતો. તેમણે મને સિનિયોરિટી મુજબ ટિકિટ આપવાની હા પાડી હતી. છતાં પણ કંઈ થયું નથી. સી.આર.પાટીલને મારી નમ્ર અરજ છે કે, રાજકોટમાં સિનિયોરિટી મુજબ ટિકિટ આપો નહીંતર શહેર ભાજપ પડી ભાંગશે.
Recent Comments