કોરોનાની બીજી ઘાતક લહેર શરૂ થતા સંક્રમણ થતું અટકાવવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ માર્કેટિંગ યાર્ડ બંધ કરવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિતિ કાબુમાં આવતા એક મહિના બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ થયું છે. જેમાં ૧ કલાકમાં ૧ કરોડના સોદા થયા છે. આજે મગફળી, મગ, તલ અને કપાસની આવક કરવામાં આવ્યું છે. માર્કેટ યાર્ડ શરૂ થતા ખેડૂતો, વેપારીઓ અને મજૂરોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી અલગ અલગ જણસીની આવકો શરૂ કરવામાં આવી છે. યાર્ડમાં આજથી ઉનાળુ પાકની કપાસ, મગ, તલ, મગફળી એરંડાની સહિતની આવક શરૂ થવા પામી છે જે બાદ આવતીકાલ સવારથી તમામ જણસીની રાબેતા મુજબ હરરાજી શરૂ કરવામાં આવશે. છેલ્લા એક મહિનાથી રાજકોટ માર્કેટિંગ યાર્ડ બંધ હતું જે ખુલતાની સાથે મોટા પ્રમાણમાં માલની આવક શરૂ થવા પામી છે. લાંબા સમય બાદ યાર્ડ શરૂ થતાં ખેડૂતો , વેપારીઓ અને મજૂરોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.ઉલ્લેખનીય છે કે વાવણીનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે ખેડૂતોને સૌથી વધારે હાલમાં બિયારણ ખાતર લેવા માટે રોકડાની જરૂરિયાત હોય છે ત્યારે માર્કેટિંગ યાર્ડ એક પછી એક શરૂ થતા ખેડૂતો માટે રાહતના સમાચાર કહી શકાય.
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ૧ કલાકમાં કરોડના સોદાઃ ખેડૂતોમાં ખુશી


















Recent Comments