સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ મેયર-ડે.મેયરે પીપીઇ કિટ પહેરી કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી

રાજકોટમાં વધતા જતા કોરોનાના સંક્ર્‌મણને પગલે આજે મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયરે દર્શિતા શાહે શહેરની કોવીડ હોસ્પિટલ ખાતે સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ સરપ્રાઇઝ ચેકીંગ દરમિયાન તેમણે પીપીઇ કીટ પહેરીને કોવીડ વોર્ડમાં દર્દીઓ સાથે પણ વાતચીત કરી હતી. અને શહેરમાં કોરોનાના વધતા કેસ અંગે તબીબો સાથે ચર્ચા કરી હતી.
મેયર ડો.પ્રદીપ ડવે સિવિલ હોસ્પિટલમાં વિડીયો કોલિંગ સેન્ટરના માધ્યમથી એક દર્દી સાથે વિડીયો કોલિંગ દ્વારા વાતચીત કરી હતી અને હોસ્પિટલમાં તેને મળતી સુવિધા અને સારવાર વિશે વિગતવાર વાતચીત કરી હતી. આ અંગે મીડિયાને જણાવતા ડો.પ્રદીપ ડવે કહ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે મારી ફરજ છે કે કોવિડના દર્દીઓની શું પરિસ્થિતિ છે તેનું હું મૂલ્યાંકન કરું, હાલ મેં દર્દી સાથે વાતચીત કરી છે અને તેને સિવિલમાં યોગ્ય સરવર મળે છે.

વધુમાં મેયરે જણાવ્યું હતું કે, મારી સૌને વિનંતી છે કે જાે તમને કોરોના કોઈ પણ લક્ષણ જણાય તો જરૂરથી તમારી નજીકના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ કરાવો. હાલ શહેરમાં જાે કેસ હજુ વધશે તો અમે ટેસ્ટિંગ બુથમાં પન વધારો કસશું. અને ખાસ હું સર્વેને વેક્સિન લેવા માટે અપીલ કરું છું. વેક્સિનથી તમારા શરીરમાં અવશ્ય એન્ટીબોડી પેદા થશે.

Related Posts