તાઉતે વાવાઝોડાના પગરણ બાદ ચોમાસાનું આગમન થતાંની સાથે જ રાજકોટ મહાનગર પાલિકા હરકતમાં આવી ગઇ છે. ખાસ કરીને ચોમાસામાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રાજકોટ શહેરમાં આવેલ ૨૪૬૬ જર્જરીત મકાનધારકોને મનપાએ આવાસ ખાલી કરવા માટે નોટિસ ફટકારી હોવાના અહેવાલ મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહ્યા છે.
રાજકોટ શહેરના વેસ્ટ ઝોનમાં સૌથી વધું ૧૧૩૦ જર્જરીત આવાસો આવેલા છે, જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯૦, વેસ્ટ ઝોનમાં ૧૧૩૦ તેમજ ઇસ્ટ ઝોનમાં ૭૪૬ આવાસો જર્જરિત હોવાનું રાજકોટ મહાનગરપાલિકાના ધ્યાનમાં આવ્યું હતું.ત્યારે ચોમાસાની ઋતુમાં કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આવાસ ખાલી કરવાની નોટિસ ફટકરવામાં આવી છે.
નોટીસ પાઠવ્યાના નિર્ધારિત સમય ગાળા દરમિયાન સત્વરે જર્જરીત આવાસધારકો આવાસ ખાલી નહિ કરે તો મનપા આવાસ ખાલી કરાવશે એવી માહિતી સૂત્રો પાસેથી ખાસ જાણવા મળી છે.
રાજકોટ મ્યુનિ.એ ૨૪૬૬ જર્જરીત મકાનધારકોને આવાસ ખાલી કરવા માટે ફટકારી નોટિસ

Recent Comments