સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ શહેરના ૨૦ વિસ્તારમાં પીજીવીસીએલની ટીમે વીજ ચેકિંગ શરૂ કર્યું

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે પ્રહલાદ પ્લોટ, આજી ૧, મિલપરા અને આજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સવારથી અલગ અલગ ૪૧ ટીમો દ્વારા ધર્મેન્દ્ર રોડ બજાર, પરાબજાર, કનક નગર, અંબિકા સોસાયટી, પટેલનગર, સોરઠીયાવાડી, ખોડિયારપરા, ભરતનગર, ભીમરાવ નગર સહિત ૨૦ જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૧ કેવીના ૪ ફીડર આવરી લેવામાં આવ્યા છે.ર્ છેલ્લા ૪ દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા ૪૬૧૪ કનેક્શન ચેક કરી તેમાંથી ૪૭૯ ક્નેક્શનમાંથી કુલ ૯૫.૭૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

જ્યારે પીજીવીસીએલ દ્વારા જુન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન ૮૩,૨૨૧ વીજ જાેડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ ૧૦,૧૨૭ કનેક્શનમાં ૨૮.૨૬ કરોડની ગેરરીતિ ઝડપાઇ હતી. તેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં ૧૨૯૩ ક્નેક્શનમાંથી ૩૯૦.૫૭ લાખ અને રાજકોટ ગ્રામ્યમાં ૧૦૫૭ ક્નેક્શનમાંથી ૩૨૬.૨૨ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, પટેલનગર સહિત ૨૦ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

આજે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ ૧ ડિવિઝન હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, આજી ૧, મિલપરા અને આજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સબ ડિવઝન વિસ્તારમાં અલગ અલગ ૪૧ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા ૪ દિવસમાં ૪૭૯ કનેક્શનમાંથી ૯૫.૭૫ લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

Related Posts