fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે જ ૧૪ હજાર વિદ્યાર્થીઓએ વેક્સિન લીધી

રાજકોટમાં મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્કૂલના પ્રિન્સીપાલ-શિક્ષકોની હાજરીમાં રસીકરણ હાથ ધરાયું હતું અને વિદ્યાર્થીઓ રસીનું ઈન્જેક્શન લેવા શિસ્તબધ્ધ કતારમાં ઉભેલા ઠેરઠેર નજરે પડયા હતા. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત નહીં હોવાથી ઓન ધ સ્પોટ આધારકાર્ડ અને સ્કૂલના આઈ.કાર્ડ પરથી મનપાના સ્ટાફે ઓનલાઈન નોંધણી કરી હતી અને વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવી હતી. શહેરમાં ૮૦,૦૦૦ની કૂલ સંખ્યા સામે આજે ૧૪,૩૭૪ વિદ્યાર્થીને રસી અપાઈ છે.

ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના કાળને પગલે પ્રત્યક્ષ હાજરી આપતા નથી તે કારણે ગઈકાલે ૧૮,૦૦૦નો લક્ષ્યાંક પૂરો થયો ન હતો. રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં કૂલ ૯૫,૦૦૦ વિદ્યાર્થીઓ સામે ગઈકાલે પ્રથમ દિવસે ૨૪,૪૪૧ વિદ્યાર્થીઓને રસીકરણ થયું છે. એટલે કે શહેર કરતા જિલ્લામાં વેક્સિનેશન વધુ થયું છે અને પ્રથમ દિવસે જ રાજકોટ જિલ્લાના ૨૪,૪૪૧ વિદ્યાર્થીઓને ૨૫% લક્ષ્યાંક પ્રથમ દિવસે જ પૂર્ણ કરી દીધેલ છે ત્યારે આજ રીતે કામ કરવામાં આવે તો માત્ર ૪ જ દિવસના ટૂંકા ગાળામાં રાજકોટ જિલ્લાના તમામે તમામ ૯૫,૦૦૦ બાળકો ૧૦૦% વેક્સિનેશનથી સુરક્ષિત થઇ શકશે.કેન્દ્ર સરકાર દ્વારા ૧૫ થી ૧૮ વર્ષના બાળકો માટે વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવતા ગઇકાલથી શાળા કોલેજના માધ્યમથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે ૧૪,૩૭૪ જયારે જિલ્લામાં ૨૪,૪૪૧ બાળકોએ વેક્સીન મુકાવી હતી.

ગઈકાલે પ્રથમ દિવસે ૭૧ ટિમ થી શરુ થયેલા આ વેક્સિનેશનના મહાઅભિયાનમાં આજથી ટીમો વધારી ૬ દિવસમાં ૧૦૦% વેક્સિનેશન પૂર્ણ કરવા રાજકોટ મનપા દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સામે જિલ્લામાં પ્રથમ દિવસે જ ૨૫% વેક્સિનેશન પૂર્ણ થઇ ગયેલ છે. દેશમાં કોરોના રસીકરણ શરૂ થયાના આશરે એક વર્ષ બાદ, અને બાળકોમાં કોરોના સંક્રમણના કેસો વધવાની શરૂઆત થતા કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલથી ૧૫ થી ૧૮ વર્ષની વયના, એટલે કે તા. ૩૧-૧૨-૨૦૦૭ના દિવસે કે તે પહેલાના દિવસે જન્મેલા બાળકોને પ્રથમવાર કોરોના રસી આપવા ર્નિણય કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ દિવસે ૭૧ ટીમોની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજથી ટીમો વધારી ઝડપી વેક્સિનેશન કરવા ર્નિણય કરવામાં આવ્યો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ૧૧ જિલ્લામાં ધો. ૯થી ૧૨માં અભ્યાસ કરતા અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર રસી મુકાવી છે અને કૂલ વિદ્યાર્થીઓમાં અંદાજે ૨૦ ટકા વિદ્યાર્થીઓ રસીથી સુરક્ષિત થયા છે.

Follow Me:

Related Posts