આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજકોટ મહાનગરપાલિકા અને જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રોજેક્ટના કામોના ઝડપી અમલીકરણ માટે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના તેમજ રાજકોટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે ઉચ્ચકક્ષાની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં તૈયાર થઈ રહેલા હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ, એઇમ્સ રાજકોટ, સ્માર્ટ સિટીના વિવિધકામો, અર્બન ફોરેસ્ટ તેમજ જનાના હોસ્પિટલના કામોની ટેન્ડર પ્રક્રિયા, વિવિધ મંજૂરીઓ સહિતની પ્રક્રિયા ઝડપી પૂર્ણ થાય અને લોકોને નવી સુવિધાઓનો લાભ મળે તેવા સૂચનો કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા સંભવીત ત્રીજી લહેર સામે આગોતરૂ માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. અને આ મુદ્દે કલેક્ટરે મીડિયાને જણાવ્યું હતું કે, કોરોનાની ત્રીજી લહેર લઈને જિલ્લામાં કરેલી તૈયારીઓનો ડિટેઈલ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. ત્યારે આજે મુખ્યમંત્રી રૂપાણી સમક્ષ હાલમાં રાજકોટ શહેર અને જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો – પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર અને મહાનગરપાલિકા કમિશનર દ્વારા વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.
Recent Comments