સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ શહેર યુનિવર્સિટી પો.સ્ટે. ના વિશ્વાસધાત તથા છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

વિગતઃ- આ કામના આરોપીએ આ કામના ફરીયાદીને વિશ્વાસમાં લઇ ફરીયાદી પાસેથી ટ્રક વેચાણ કરારથી ખરીદ કરી રૂ.૧,૦૦,૦૦૦/- આપી બાકીના રૂ.૬,૧૧,૦૦૦/- આપવાનો વાયદો કરી વિશ્વાસ આપી ફરીયાદીને બાકીના પૈસા ન આપી ફરી. સાથે વિશ્વાસધાત તથા છેતરપીંડી કર્યા બાબતે ગુન્હો રજી થયેલ

મ્હે. શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકર સિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા, રાજકોટ શહેર યુનીવર્સિટી(ગાંધીગ્રામ) પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૮૦૦૩૨૩ ૦૬૬૮/૨૦૨૩ IPC કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબના કામે રાજકોટ શહેરના નાસતા ફરતા આરોપીને અમરેલીથી તા.૦૫/૦૭/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરી આગળની ધટતી કાર્યવાહી કરવા રાજકોટ શહેર યુનીવર્સિટી (ગાંધીગ્રામ) પો.સ્ટે. ને સોપવા સારૂ અમરેલી સીટી પો.સ્ટે. સોંપી આપેલ.
*પકડાયેલ આરોપી :-*
*રામજીભાઇ ઉર્ફે રામ નાનજીભાઇ પરમાર ઉ.વ.-૩૨ રહે.મૂળ-કંકાસા તા.માંગરોળ જી.જુનાગઢ હાલ-રહે.અમરેલી ગાયત્રી મંદીર પાસે સવોર્દય સોસાયટી તા.જી.અમરેલી*

આરોપીનો ગુનાહીત ઇતિહાસ:-
(૧).અમરેલી સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૫૫/ ૨૦૧૮ IPC ક.૩૬૩,૩૬૬ પોકસો ક.૧૮ વિ.
(૨) રાજકોટ શહેર યુનીવર્સિટી(ગાંધીગ્રામ) પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં ૧૧૨૦૮૦૦૩૨૩૦૬૬૮/ ૨૦૨૩ IPC કલમ ૪૦૬, ૪૨૦ મુજબ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અન્વયે પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી પો.સબ ઇન્સ. શ્રી કે.જી.મયા(ગઢવી) તથા એ.એસ.આઇ. હીંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ.હેડ કોન્સ. કૃપાબેન પટોળીયા, વુ. પો.કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.

Related Posts