આજે રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ વાળા અને મહામંત્રી હિરેન રાવલે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. ૩૫ કે તેથી વધુ વયના લોકોને યુવા સંગઠન ટીમમાં હોદ્દા પર સ્થાન ન આપવા અને જાે હોદ્દા પર હોય તો હોદ્દા પરથી દૂર કરવા પ્રદેશ ભાજપ દ્વારા ર્નિણય કરવામાં આવ્યો છે. જેના કારણે આજે રાજકોટ શહેર યુવા ભાજપના બન્ને હોદેદારોએ રાજીનામાં આપ્યા છે. જાેકે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના વધુ એક ર્નિણયના કારણે ક્યાંકને ક્યાંક કાર્યકર્તાઓમાં પણ નારાજગી જાેવા મળી રહી છે.
રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ પદ પરથી રાજીનામું આપનાર પૃથ્વીસિંહ વાળાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી તેઓ યુવા ભાજપ ટીમમાં કામ કરી રહ્યા છે અને તાજેતરમાં ૨૯ મેના રોજ શહેર ભાજપ દ્વારા યુવા ભાજપના પ્રમુખ, ઉપ પ્રમુખ અને મહામંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. પરંતુ પ્રદેશના આદેશ મુજબ વય મર્યાદાના કારણે તેઓએ રાજીનામુ આપવું પડ્યું છે. પૃથ્વીસિંહએ જણાવ્યું હતું કે, તેઓની ઉંમર ૩૭ વર્ષની છે અને ૩૫ કે તેથી વધુ ઉંમર ધરાવતા હોદેદારોને હોદા પરથી રાજીનામું આપવા ર્નિણય કરાયો છે. માટે તેઓએ પ્રદેશના ર્નિણયને શિરોમાન્ય ગણી પ્રમુખ અને મહામંત્રીએ રાજીનામું આપ્યું છે.


















Recent Comments