રાજકોટ સિટી બસની બે એજન્સીને ૧.૨૯ લાખનો દંડ ફટકારાયો
રાજકોટ શહેરમાં દોડતી બીઆરટીએસ અને સિટી બસમાં મનપા દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવેલ. ચેકીંગ દરમ્યાન ગેરરીતિ આચરનાર ૧ કંડકટર ફરજમુક્ત, ૯ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જ્યારે કામમાં ક્ષતિ બદલ અલગ અલગ કામ કરતી ૨ એજન્સીને રૂા.૧.૨૯ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તા. ૦૭-૩થી તા.૧૩-૦૩ સુધીમાં ૧,૧૩,૧૦૦ કિ.મી. ચાલેલી સિટી બસમાં ૧.૯૫ લાખ મુસાફરો ફર્યા હતા.
આ બસ સેવામાં જુદી-જુદી ક્ષતિ બદલ ૩,૬૦૦ કિ.મી. લેખે બસ ઓપરેટર મારુતિ ટ્રાવેલ્સને ૧,૨૯,૯૫૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે તો ફેર કલેકશન કરતી અલ્ટ્રામોડેન એજન્સીને રુા. ૯,૨૦૦ ની પેનલ્ટી કરાઈ છે. સિટી બસમાં સિક્યુરીટી સંભાળતી નેશનલ સર્વિસને રુા. ૭૦૦ની પેનલ્ટી કરાઈ છે જયારે ટીકીટ વગર પકડાયેલા ૯ મુસાફર પાસેથી રુા.૯૯૦નો વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો હતો. આ જ રીતે બીઆરટીએસ રુટ પર દોડતી ૧૮ ઇલે. બસમાં અઠવાડિયામાં ૧.૪૪ લાખ મુસાફરોએ લાભ લીધો હતો
Recent Comments