fbpx
સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલમાં દિવ્યાંગ મહિલાને ધક્કા ખવડાવ્યા

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આવા જ કરુણ દૃશ્યો સર્જાયા જ્યારે એક દિવ્યાંગ મહિલા સારવાર કરાવવા આવ્યા, પગે ચાલવામાં અસક્ષમ હોવા છતાં સિવિલ હોસ્પિટલના એકપણ સ્ટાફે તેના માટે વ્હિલચેરની તો વ્યવસ્થા ન કરી પરંતુ હોસ્પિટલના સ્ટાફે તે દિવ્યાંગ મહિલાને ધોમ તડકામાં એકથી બીજા બિલ્ડિંગમાં માત્ર સિક્કા મારવા ધક્કા ખવડાવ્યા. શું એક જ બિલ્ડિંગ, વોર્ડના સ્થળ પર દર્દીને આ સુવિધા ન મળી શકે?

રાજકોટ સિવિલ હોસ્પિટલ એ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે. જ્યાં રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે ત્યારે દર્દીઓને સારવારની સાથે આવશ્યક સુવિધાઓ પણ મળે તે જરૂરી છે.રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રોજબરોજ એવાં કરુણ દૃશ્યો સર્જાય છે કે હોસ્પિટલની સિસ્ટમ, સ્ટાફની માનવતા સામે સવાલ ઊભા થાય છે. એક બાજુ રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાના ખર્ચ કરી લોકોને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે મહેનત કરતી હોય છે જ્યારે બીજી બાજુ હોસ્પિટલ તંત્ર સુવિધા-વ્યવસ્થાનો સુચાર-યોગ્ય અને દર્દીઓને ઉપયોગી થાય તેવી વ્યવસ્થા નહીં કરતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

Follow Me:

Related Posts