સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સિવિલમાં નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ, વિવાદ વધતા બોર્ડ હટાવાયું

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ મૂકવાના ર્નિણય પર વિવાદ વકરતા પરત લેવામાં આવ્યો છે. આટલું જ નહીં, ટ્રોમા સેન્ટર બહાર નાળિયેર પર પ્રતિબંધનું લગાવેલુ બોર્ડ પણ હટાવી લેવામાં આવ્યું છે.


આમ તો કોઈપણ દર્દી બીમાર પડે, ત્યારે મોટાભાગે ડોકટરો લીલા નારિયેર પીવાની સલાહ આપતા હોય છે . જાે કે રાજકોટ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ટમાં આવેલા ટ્રોમા સેન્ટર પર પુરુષોના વોર્ડ બહાર “લીલા નાળિયેર અંદર લાવવા નહી” એવું નાળિયેર લઈ જવા પર પ્રતિબંધ મૂકતું બોર્ડ મારવામાં આવ્યું હતું. જાે કે બહારથી નાળિયેરના પાણીને લઈ જવાની છૂટ આપવામાં આવી હતી.

આ ર્નિણય અંગે વિવાદ શરૂ થતાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, દર્દીના પરિવારજનો ગમે ત્યાં નાળિયેર ફેંકી દેતા હોવાથી આવું લગાવવામાં આવ્યું છે. દર્દીના સગાઓ ટોઈલેટમાં નાળિયેર નાંખી દેતા હોવાથી બ્લોકેજ થઈ જાય છે. જેના કારણે સફાઈ કામદારોને આખો દિવસ મહેનત કરવી પડે છે. જાે કે આ મામલે વિવાદ વકરતાં હોસ્પિટલ સત્તાધીશો દ્વારા વિવાદિત બોર્ડને ઉતારી લેવામાં આવ્યું છે.

Related Posts