રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને લઇ જવા માટે પૂરતા સ્ટ્રેચરના ધાંધિયા રહે છે તેની પાછળ સ્ટ્રેચરની અછત નહીં પણ તંત્રની અણઆવડત છે, પણ સોનોગ્રાફી માટે લાગેલી કતારમાં એક દર્દી કે જેના હાથમાં સોય હતી અને બાટલો ચડતો હતો તેણે પોતાના જ હાથમાં બાટલો પકડીને રાખ્યો હતો. તેમણે પોતાનું નામ ભરત દેવજીભાઈ સોલંકી બતાવ્યું હતું. તેમના પરિવારજન કોઇ સાથે હતા નહિ અને હોસ્પિટલનો સ્ટાફ સહયોગ આપતો ન હતો તેથી હાથમાં બાટલો લઈને વોર્ડમાંથી સોનોગ્રાફી માટેની લાઈનમાં ઊભા રહી ગયા હતા.
રાજકોટ સિવિલમાં સુવિધાનો અભાવઃ દર્દીઓ બાટલા હાથમાં લઇ ઉભા રહેવા મજબુર


















Recent Comments