fbpx
ગુજરાત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક વૃદ્ધને બહાર નીકાળી મુકતા, બે રેસીડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને બહાર મૂકાયા મામલે તાત્કાલિક પગલા લેવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલે આ મામલે તાત્કાલિક પગલા લેતા બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા. સિવિલ હોસ્પિટલે આ મામલે તાત્કાલિક પગલા લેતા બે રેસીડેન્ટ ડોક્ટરને સસ્પેન્ડ કર્યા. ૭૦ વર્ષીય વર્ષાબેન ભાસ્કરને હોસ્પિટલમાં સારવાર આપવાના બદલે વૃદ્ધાને સ્ટ્રેચર સાથે તબીબે બહાર મુકી દીધા હતા. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય છે.

પરંતુ ૭૦ વર્ષીય વર્ષાબેન નામની મહિલાને સારવાર આપ્યા વગર રેઢા મુકવામાં આવ્યા. હોસ્પિટલના બે તબીબોએ વૃદ્ધાને સ્ટ્રેચર સાથે પીએમ રૂમ ની બહાર મૂકી દીધા. આ મામલો મીડિયામાં સામે આવ્યા બાદ ઉહાપોહ મચતા સત્તાધીશોએ તાત્કાલિક પગલા લીધા. સમગ્ર મામલે સાત સભ્યોની ટીમે બનાવવામાં આવી અને તેમણે રિપોર્ટ તૈયાર કરી મેડિકલ સુપ્રીટેનડન્ટને સોંપ્યો. સવારે હોસ્પિટલના હેલ્પ ડેસ્ક પર ફોન કરીને વૃદ્ધાની સ્થિતિ અંગે માહિતી લેવામાં આવી હતી. પછી તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધા વોર્ડમાં નથી, જે બાદ હોસ્પિટલના હેલ્પ ડેસ્ક સ્ટાફે વૃદ્ધાની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે સર્જરી વિભાગથી દૂર પીએમ રૂમ પાસે સ્ટ્રેચર પર વૃદ્ધા મળી આવ્યા હતા.

Follow Me:

Related Posts