સૌરાષ્ટ - કચ્છ

રાજકોટ સ્પામાં દારુની મહેફિલામાં ઉગ્ર બબાલઃ યુવતી સહિત ૨ ઘાયલ

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-૨માં રાત્રીના ન્યૂ ડે સ્પામાં દારૂની મહેફિલમાં ડખ્ખો થતા મહિલા સ્ટાફ પર સંચાલક સહિતાનાઓએ હુમલો કરતા ૩ મહિલા સહિત ૪ કર્મચારીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાતા ગાંધીગ્રામ પોલીસે વિશેષ કાર્યવાહી કરી છે.
આ ઘટનાને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ ખુમાનસિંહ વાળા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસ કરતા યુનિવર્સિટી રોડ પર આવેલા જલારામ-૨માં આવેલા ન્યૂ ડે સ્પામાં કામ કરતી લુચી લુછાઈ (ઉ.વ.૨૩), મીના આહારાઈ ઉ.વ.૩૦) અને અનિરૂદ્ધ સંગાર (ઉ.વ.૧૭) રાત્રિના સ્પામાં હતા ત્યારે સ્પાનો સંચાલક ઈમરાન અને અજાણ્યા શખસોએ દારૂની બોટલ વડે હુમલો કરતા ઈજા થતા ચારેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. જેમાં લુચી નશો કરેલી હાલતમાં હોય તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સ્પાનો મેનેજર વિજય આહિર અને કર્મચારીઓ વચ્ચે ડખ્ખો થતાં સંચાલક ઈમરાન સહિતનાઓએ હુમલો કર્યાનું બહાર આવતા પોલીસે વિજય અને ઈમરાનની પુછપરછ બાદ વધુ વિગતો બહાર આવશે.
સ્પા પાર્લરમાં ધમાલ થયા બાદ નશો કરેલી હાલતમાં ઘાયલ યુવતીને સિવિલ હોસ્પિટલે ખસેડાઈ હતી, જ્યાં ચિકાર નશાના ધૂત યુવતીએ વોર્ડમાં ટ્રાન્સફર કરી રહેલા સિવિલના વોર્ડ બોય વિનય શાહને પણ બે ફડાકા ઝીંકી દેતા યુવતીને કાબૂમાં લેવા હોસ્પિટલ સ્ટાફને બાંધવાની ફરજ પડી હતી.

Related Posts