રાજકોટ રામાપીર ચોકડીનો પુલ પાસે વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અહીં પૂરપાટ ઝડપે આવતી કારે રાહદારી યુવકને અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હતું. હકીકતમાં, રાજકોટ રીંગરોડ પર અવારનવાર હિટ એન્ડ રનની ઘટના બને છે. અહીં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે. રાજકોટના રામાપીર ચોકડી બ્રિજ ઉતરતા પૂરપાટ ઝડપે આવતી મર્સિડિઝ કારે રાહદારી યુવકને અડફેટે લીધો હતો. કારની સ્પીડ એટલી જાેરદાર હતી કે, યુવક હવામાં ઉછળ્યો હતો અને ઘટનાસ્થળે જ યુવકનું મોત નિપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળેથી નાસી ગયો હતો. કારમાં યુવતી પણ સવાર હોવાની માહિતી સામે આવી છે. ઘટના સ્થળેથી બંને રાતોરાત ભાગી ગયા હતા.મળતી માહિતી મુજબ કારનો ઇન્સ્યોરન્સ ૭ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ પુરો થઇ ગયો છે. રાજકોટના બિલ્ડરની કાર હોવાની પ્રાથમિક માહિતી મળી છે. આરટીઓની વેબસાઈટ પર કાર વિરેન જસાણીના નામે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ પર પૂરપાટ ઝડપે આવતી કારે યુવક અડફેટે લેતાં તેનું મોત

Recent Comments