ગુજરાત

રાજદ્રોહ કેસઃ પાસ નેતા અલ્પેશ કથીરિયાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન

ગુજરાત હાઈકોર્ટેમાં અલ્પેશ કથીરિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા રાજદ્રોહ કેસમાં હાઇકોર્ટે જામીન મંજૂર કર્યા. અલ્પેશ કથીરિયા ૩ મહિનાથી રાજદ્રોહના કેસમાં જેલમાં હતો. તેની સાથેમાં ૧૨ આરોપીને અગાઉ સેસન્સ કોર્ટે જામીન આપ્યા હતા. એડવોકેટ જનરલે રાજદ્રોહ જેવા ગુનામાં જામીન ના આપવા માટે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં અલ્પેશ કથીરિયાના એડવોકેટ બાબુ માંગુકિયા અને બેલા પ્રજાપતિએ કોર્ટ સમક્ષ અનેક દલીલો કરી હતી અને જામીનની માંગણી કરી હતી.

અલ્પેશ કથીરિયાને જાે આજે ૪ વાગ્યા સુધીમાં જામીન ઓર્ડર મળશે તો તે આવતીકાલે જેલ બહાર આવશે. જાે જામીન ઓર્ડર ૪ વાગ્યા પહેલા નહીં મળે તો અલ્પેશ કથીરિયા ૧૫ જુલાઈએ જેલ બહાર આવશે.

અલ્પેશ જેલ બહાર આવ્યા બાદ સુરતમાં રાજકીય માહોલ ગરમાશે. હાલ મોટાભાગના પાસના કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જાેડાઈ ચૂક્યા છે. હવે અલ્પેશ કથીરિયા આપમાં જશે કે તેને બહારથી જ સમર્થન આપશે તે અંગે જાેરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. ખાસ કરીને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વરછાના પાટીદારોમાં પણ અલ્પેશની જેલ મુક્તિને લઈ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

Related Posts