દેશની રાજધાની દિલ્હીમાં ગત રાતે લગભગ ૧૧ કલાકે આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ જઈ રહેલી એક કારના બોનેટ પર એક વ્યક્તિને લગભગ ૨-૩ કિમી સુધી ઢસડ્યો હતો. જાે કે, આ દરમ્યાન રોડ કિનારે રહેલી પીસીઆર વાને આ કારના બોનેટ પર લટકેલા શખ્સને જાેઈને તેનો પીછો કર્યો અને કારને અટકાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ચાલક વિરુદ્ધ કેસ નોંધી લેવામાં આવ્યો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, ઘટના સમયે કાર આશ્રમ ચોકથી નિઝામુદ્દીન દરગાહ તરફ જઈ રહી હતી. પીડિત વ્યક્તિની ઓળખાણ ચેતન તરીકે થઈ છે.
ચેતને જણાવ્યું છે કે, હું ડ્રાઈવર છું, હું એક મુસાફરને છોડવા માટે જેવો આશ્રમ નજીક પહોંચ્યો તો, એક કારે મારી કારને ટક્કર મારી, બાદમાં મેં તેને રોકવાની કોશિશ કરી, પણ તે રોકાયો નહીં અને હું તેના બોનેટ પર લટકી ગયો. તેમ છતાં પણ તેણે કાર રોકી નહીં. ચેતનનો આરોપ છે કે, તે મને આશ્રમ ચોકથી નિઝામુદ્દીન સુધી ઢસડતા લઈ ગયો. રસ્તામાં મેં એક પીસીઆર જાેઈ અને તેમણે મારો પીછો કર્યો, ત્યારે જતાં આ કાર રોકાઈ હતી. આ વ્યક્તિ દારુના નશામાં હતો. આરોપી રામચંદ કુમારે કહ્યું કે, મારી કારે તેની કારને ટક્કર નહોતી મારી, હું ગાડી ચલાવી રહ્યો હતો, ત્યારે તે જાણી જાેઈને મારી કારના બોનેટ પર ચડી ગયો. મેં તેને નીચે ઉતરી જવા માટે કહ્યું, પણ તેને સાંભળ્યું નહીં, બાદમાં મેં મારી રોકી અને તેને કહ્યું કે, આપ આ શું કરી રહ્યા છો?
Recent Comments