રાષ્ટ્રીય

રાજનાથ સિંહે ‘DefConnect 4.0’ કાર્યક્રમનું ઉદ્‌ઘાટન કર્યું

કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં એક કાર્યક્રમમાં ‘ડ્ઢીકર્ઝ્રહહીષ્ઠં ૪.૦’ નું ઉદ્‌ઘાટન કર્યું હતું, જે દરમિયાન તેમણે આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો, જેમાં સશસ્ત્ર દળો, સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સંશોધકો અને નીતિ નિર્માતાઓએ સ્વદેશી નવીનતા અંગે ચર્ચા કરવા વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણે એવા યુગમાં જીવી રહ્યા છીએ જ્યાં આપણે વિશ્વને વૈશ્વિક ગામ તરીકે સંબોધીએ છીએ. જ્યાં આપણને લાગે છે કે હવે લોકો વચ્ચેનું અંતર ઘટી ગયું છે. આમ કહીએ તો આપણે ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિની માહિતી સેકન્ડમાં આપણા સુધી પહોંચી જાય છે.

ડ્ઢીકર્ઝ્રહહીષ્ઠં વિશે વધુ વિગતવાર માહિતી આપતાં તેમણે કહ્યું કે આ નામની આ ઘટના સતત આગળ વધી રહી છે. જ્યારે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે છે, ત્યારે સંરક્ષણ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ હિતધારકો વચ્ચે મજબૂત જાેડાણ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. જ્યારે આપણે તમામ હિતધારકોને જાેડીશું, ત્યારે આપણું સંરક્ષણ ઇકોસિસ્ટમ ચોક્કસપણે મજબૂત બનશે. આ જાેડાણ માટે, ભારત સરકાર આ તમામ યોજનાઓના અમલીકરણ પર ધ્યાન આપી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે ૨૦૧૪માં અમારી પહેલી સરકાર આવ્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ ‘આર્ત્મનિભરતા’નો નારો આપ્યો હતો, આ જાેડાણ પાછળ વડાપ્રધાનનો ‘આર્ત્મનિભરતા’નો મંત્ર કામ કરતો હતો. સરકારે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીના અભાવને આર્ત્મનિભરતા હાંસલ કરવાના માર્ગમાં મોટો અવરોધ ગણ્યો અને તેના પર કામ કરવાનું શરૂ કર્યું.

વધુમાં, મંત્રીએ કહ્યું કે મને યાદ છે કે જ્યારે ૨૦૧૮માં ૈડ્ઢઈઠ ની શરૂઆત કરવામાં આવી હતી, તે સમયે અમે અમારા યુવા ઈનોવેટર્સ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને સ્જીસ્ઈ ને ઇશ્ડ્ઢ માટે રૂ. ૧.૫ કરોડ સુધીની સહાય પૂરી પાડવા માટે કામ કર્યું હતું. વિવિધ પડકારો દ્વારા, અમે અમારા સંશોધકોને નવીનતા માટે પ્રોત્સાહિત કર્યા એટલું જ નહીં પરંતુ તેના માટે જરૂરી ભંડોળ પણ પૂરું પાડ્યું. ૈડ્ઢઈઠ વિશે વાત કરતા, તેમણે કહ્યું કે ડિફેન્સ ઈન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ એટલે કે ડ્ઢૈંજીઝ્ર દ્વારા, અમારા સ્ટાર્ટઅપ્સ અને સ્જીસ્ઈજ ઇશ્ડ્ઢ સેક્ટરમાં વધુ સામેલ હતા. ૨૦૨૧ સુધીમાં, તમે સફળતાની એવી ઊંચાઈઓને સ્પર્શી હતી કે તમને ઈનોવેશનમાં શ્રેષ્ઠતા માટે પ્રતિષ્ઠિત વડાપ્રધાન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ૈડ્ઢઈઠ ની સફળતા પર, રાજનાથ સિંહે કહ્યું, મને કહેવામાં આવ્યું છે કે ૈડ્ઢઈઠ ને અત્યાર સુધીમાં ૯૦૦૦ થી વધુ અરજીઓ મળી છે, અને હાલમાં ડ્ઢૈંજીઝ્ર અને ઓપન ચેલેન્જ દ્વારા, ૈડ્ઢઈઠ ૪૫૦ થી વધુ સ્ટાર્ટ-અપ્સ અને સ્જીસ્ઈ ને એકસાથે સહકાર આપી રહી છે. આ ઉપરાંત, ૈડ્ઢઈઠ હેઠળ અત્યાર સુધીમાં ૨૬ પ્રોડક્ટ્‌સ વિકસાવવામાં આવી છે, જેના માટે રૂ. ૧૦૦૦ કરોડથી વધુના પ્રોક્યોરમેન્ટ ઓર્ડર પણ આપવામાં આવ્યા છે.

રાજનાથ સિંહે કહ્યું કે આજે આપણે વિવિધ પ્રકારના યુદ્ધો વચ્ચે જીવી રહ્યા છીએ અને આ યુદ્ધોમાં સતત નવી ટેક્નોલોજીનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. આમાં, માત્ર પરંપરાગત હથિયારો અને દારૂગોળોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ બેવડા ઉપયોગના ઘણા પ્રકારો અથવા તો સંપૂર્ણ નાગરિક વસ્તુઓ અને તકનીકોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં, આપણે આ પ્રકારની તકનીકી એપ્લિકેશનોને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે.
રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું કે આર્ત્મનિભરતા જેવું મોટું કાર્ય એકલી સરકાર કરી શકે નહીં. તેના બદલે, આ માટે અમને તેની સાથે સંકળાયેલા તમામ હિતધારકોના સમર્થનની જરૂર છે. મને એ કહેતા આનંદ થાય છે કે અત્યાર સુધી તમે બધા સરકાર સાથે કદમથી કદમ મિલાવીને ચાલ્યા છો. તે જ સમયે, હું એ પણ માનું છું કે આપણા બધાનું આ જાેડાણ ભવિષ્યમાં વધુ મજબૂત બનશે અને સાથે મળીને આપણે ભારતના સંરક્ષણ ઇકોસિસ્ટમને વિશ્વમાં સૌથી મજબૂત અને આધુનિક બનાવીશું.

Related Posts