રાજપીપળામાં મહારાષ્ટ્રથી ગુજરાતમાં લવાતો દારૂ પોલીસે ઝડપી પાડ્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથેજ બુટલેગરો એક્ટિવ થયા છે. મહારાષ્ટ્રમાંથી વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરવાની શરૂઆત કરી દીધી છે. જ્યારે બીજી બાજુ મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્યોને જાેડતી સાગબારા બોર્ડર પર નર્મદા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે એ કડક ચેકીંગ અને વોચ રાખવાની સૂચના આપી હતી. સાથે જિલ્લામાં આવા દુષણને ડામી, પરિણામ લક્ષી કામગીરી કરવાના હુકમ કરતા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ પટેલનાઓના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગે.કા પ્રોહીબીશન અને જુગારને નિસ્તનાબુદ કરવા કડક ઝુંબેશ હાથ ધરી છે. તથા આગામી વિધાનસભા ચુંટણી અન્વયે પોસ્ટે વિસ્તારમાં સઘન પેટ્રોલીંગ અને સઘન વાહન ચેકિંગ કરી પરિણામલક્ષી કામગીરી કરવા માટે સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.ડી. પટેલનાઓ તથા સાગબારા પોલીસ સ્ટાફ સતત પ્રયત્નશીલ હોય છે.
સાગબારા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધવલીવેર ગામ પાસે ચોક્કસ બાતમી આધારે ચેકીંગ દરમિયાન ઇકો ગાડી પાછળની સીટ નીચે તથા ગાડીની બોડીના નીચેના ભાગે ચોર ખાના બનાવી તેમાં સંતાડેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના ઇમ્પીરીયલ બ્લ્યુ કંપનીના હોલ તથા ટ્યુબર્ગ કંપનીના બીયર ટીન મળી કુલ બોટલો નંગ-૧૫૪ કિંમત રૂ. ૨૬ હજાર ૯૦૦નો પ્રોહી મુદ્દામાલ તથા ઇકો ગાડી તેમજ મોબાઇલ ફોન મળી કુલ કિંમત રૂ. ૩ લાખ ૨૬ હજાર ૯૦૦ના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી કરી તપાસના ચક્રો ગતીમાન કરી દેવામા આવ્યા છે. તેમજ ગાડી લઈને સાગબારાના નેવડીઆંબા ગામનો જાવલા સંકર વસાવા ગાડી મૂકીને ભાગી ગયો જેને વોન્ટેડ જાહેર કર્યો છે. જ્યારે સાગબારા બક્તુરા ગામનો રમેશ રતું વસાવાને ઝડપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Recent Comments