રાજપીપળામાં સૂર્યગ્રહણના કારણે સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટનું આયોજન કરાયુ
નવાવર્ષના દિવસે મંદિરોમાં અન્નકૂટના મહાભોગનું આયોજન કરવામાં આવે છે. જેમાં ૬૫ થી લઈને ૧૦૦૧ સુધીની વાનગીઓના ભોગનું વિવિધ મંદિરોમાં આયોજન કરવામાં આવે છે. રાજપીપળા ખાતે આવેલા સ્વામિનારાયણ સ્કૂલમાં સ્વામી સિદ્ધેશ્વરજી અને તેમની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ભગવાનની પૂજા અને આરતી કરી આ ભોગ ધરાવી ભક્તોને પ્રસાદી આપવામાં આવી હતી. સ્વામિનારાયણ સ્કૂલ ખાતે અન્નકૂટનું આયોજન કરવામાં આવે છે. જેમાં વિશેષ એવી બાબત છે કે ૧૦૦થી વધુ વાનગીઓનો ભોગ સ્વામિનારાયણ ભગવાનને ધરાવવામાં આવે છે.
વાનગીઓ સ્વામીજી અને રસોઈયા દ્વારા સ્કૂલના રસોડામાં જ બનાવવામાં આવે છે. તે પણ શુદ્ધ દેશી ગાયના ઘીમાં બનેલી વાનગીઓ હોય છે. બહારથી કોઈ તૈયાર વાનગી લાવવામાં આવતી નથી. આ પ્રસાદી સ્વામીજી જાતે બોક્સમાં પેક કરીને ગામેગામ ભક્તો સ્કૂલના બાળકોના ઘરે જાતે જઈને પહોંચાડે છે. આ પ્રશાદી ભાવ અને આશીર્વાદ સાથે મળતી હોવાથી પ્રસાદી ખુબ મહત્ત્વની બની જાય છે.
Recent Comments