ગુજરાત

રાજભવનમાં ૧૬ સપ્ટેમ્બરે નવા મંત્રી મંડળની શપથવિધિ યોજાશે


રૂપાણી મંત્રી મંડળમાં સામેલ હતા તેવા ૧૦થી વધારે મંત્રીઓને પડતા મુકવામાં આવે તેવી શક્યતા છે. ૧૨ જેટલા નવા ચહેરાઓને ભૂપેન્દ્ર પટેલને મંત્રી મંડળમાં સામેલ કરાશે તે નક્કી છે. ભાજપની કેબિનેટમાં ગણપત વસાવા, દિલિપ ઠાકોર, પ્રદિપસિંહ જાડેજા, ઇશ્વર પટેલ, જયેશ રાદડિયા, આર.સી.ફળદુ, જયદ્રથસિંહ પરમારને સ્થાન મળી શકે છે. બચુ ખાબડ, વાસણ આહિર, કિશોર કાનાણી, યોગેશ પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ઇશ્વર પરમાર, વિભાવરી દવે, પુરૂષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયાનું પત્તુ કપાઇ શકે છે. મનિષા વકીલ, કિરીટસિંહ રાણા, રિષિકેષ પટેલ, હર્ષ સંઘવી, દુષ્યંત પટેલ, જીતુ ચૌધરી, અરવિંદ રૈયાણી, આત્મારામ પરમાર, શશિકાંત પંડ્યા, ગોવિંદ પટેલમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળની શપથવિધિ ૧૬ સપ્ટેમ્બરે રાજભવનમાં યોજાશે.

ધારાસભ્યોને આવતીકાલ સુધી ગાંધીનગર પહોચવા સૂચના આપવામાં આવી છે. આવતીકાલ સુયધી સંભવિત મંત્રીઓેને ફોન કરવામાં આવશે. ગાંધીનગરમાં ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી રહી છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી તેમજ અન્ય નગરપાલિકાની ચૂંટણીને લઇને ચર્ચા ચાલી રહી છે. નવા મંત્રી મંડળની જવાબદારી ભૂપેન્દ્ર યાદવને સોપવામાં આવી છે.અમિત શાહે ગત રાત્રે મંત્રી મંડળને લઇને મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક શાહીબાગ એનેક્સી ખાતે મળી હતી. બેઠક બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હતા. નવા મંત્રી મંડળમાં ગુજરાતની આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા યુવાઓને વધુ તક આપવામાં આવી શકે છે. તમામ સમાજ-જ્ઞાતિને રાજકીય પ્રતિનિધિત્વ આપી પ્રધાનમંડળ રચવા કવાયત હાથ ધરવામાં આવશે. પ્રદિપ સિંહ જાડેજાને પ્રમોશન મળે તેવી શક્યતા છે.

Related Posts