રાજ્યની ૬ શહેરની શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૨૦થી ૭૦ ટકા સુધીનો ઘટાડો છે. રાજકોટની ૨૦૦ જેટલી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૭૦ ટકા સુધી ઘટી છે, જ્યારે અમદાવાદમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં ૪૦ ટકા સુધીનો ઘટાડો થયો છે. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓના પ્રમાણમાં મોટો ઘટાડો થયો છે, જ્યારે માધ્યમિક અથવા તો હાઇસ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યા હજુ યથાવત્ છે. વાલીઓમાં પણ હવે ઓફલાઈનને બદલે ઓનલાઈન શિક્ષણની માગ વધી રહી છે.સુરતમાં સોમવારે વધુ ૨ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ બન્યા હતા, જેમાં ૨ કોલેજના તથા એક વિદ્યાર્થી ધોરણ ૧૧નો છે.
સંક્રમિત થયેલા કોલેજના બન્ને વિદ્યાર્થીએ રસીના બન્ને ડોઝ લીધા હતા. અગાઉ રવિવારે સુરતમાં ૪ વિદ્યાર્થી સંક્રમિત થયા હતા. જ્યારે રાજકોટમાં પણ ૩ વિદ્યાર્થી કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયાનું સોમવારે સામે આવ્યું હતું.ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જાેકે રાજ્યમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ શાળાઓમાં ઑફલાઇન શિક્ષણ હાલ બંધ નહીં કરવાની જાહેરાત કરી છે. સ્કૂલોમાં કોરોના ગાઇડલાઇન્સનું યોગ્ય પાલન કરાવવામાં આવી રહ્યું હોવાની સરકારની ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં વાલીઓએ તેમનાં બાળકોને સ્કૂલે મોકલવાનું બંધ કર્યું છે. અમદાવાદમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૪૦ ટકા સુધી ઘટી હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે કહ્યું હતું કે ઓફલાઇન હાજરીમાં ઘટાડો થયો છે, પરંતુ સ્કૂલ-સંચાલકો હાજરીની માહિતી જાહેર કરતા નથી. ઘણી સ્કૂલો ઓનલાઇન હાજરી પણ ભરતી નથી.
ઘણા સંચાલકો ઓફલાઇન બંધ થવા દેવા માગતા નથી.રાજકોટમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા જુદી જુદી ૬ ટીમ બનાવીને શહેરની શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દરેક શાળામાં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ સુવિધા-વ્યવસ્થા છે કે કેમ, બાળકો અને શિક્ષકો સહિતના સ્ટાફ માસ્ક પહેરે છે કેમ એવી તમામ બાબતોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કચેરીના જણાવ્યા પ્રમાણ હજુ સુધી કોઈ સ્કૂલમાં કશું વાંધાજનક બહાર આવ્યું નથી.અમદાવાદમાં સ્કૂલ-સંચાલકોના મતે ઓનલાઇન વર્ગોમાં વધુ વિદ્યાર્થીઓ જાેડાઇ રહ્યા છે. વાલીઓ પોતાનાં બાળકોને સ્કૂલે મોકલવા કરતાં ઓનલાઇન જ અભ્યાસ કરાવી રહ્યા છે. વડોદરામાં પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સરેરાશ ૧૫થી ૨૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ ટકા સુધી ઘટી છે. જ્યારે સુરતમાં નૉન-ગ્રાન્ટેડ સ્કૂલોમાં ૫થી ૧૦ ટકા વિદ્યાર્થીઓએ ઓનલાઇન શિક્ષણ લેવાની શરૂ કર્યું છે.
Recent Comments