fbpx
અમરેલી

રાજયભરમાં બાગાયતી ખેતીના વિકાસ માટે“GROW MORE FRUIT CROPS” અભિયાન

રાજયમાં બાગાયતી ખેતીના વિકાસ માટે ગુજરાત રાજય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલી છે. ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ સરળતાથી મેળવી શકે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માટે “GROW MORE FRUIT CROPS” અભિયાન શરુ છે.આ અભિયાન અંતર્ગત ખેડૂતો વધુમાં વધુ ફળપાકોનું વાવેતર કરે તે આશયથી પપૈયા, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય, ટીસ્યુ કલ્ચર ખારેક, ફળપાક પ્લાન્ટીંગ મટિરિયલ્સમાં સહાય, કોમ્પ્રિહન્સીવ હોર્ટીકલ્ચર ડેવલોપમેન્ટ કાર્યક્રમ, આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવા,  કમલમ ફળના વાવેતર માટે સહાય, વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો, સરગવાની ખેતીમાં સહાય ઉપલબ્ધ છે.

રાજય સરકારના બાગાયત ખાતાની આ યોજનાઓનો લાભ મેળવવા આઇ-ખેડુત પોર્ટલ http://ikhedut.gujarat.gov.in પર તા.૧૫/૦૮/૨૦૨૪ સુધીમાં ઓનલાઇન અરજી કરવી. અરજી કરતી વખતે ખેડુત ખાતેદારે ૭, ૧૨, ૮-અ, બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઇલ નંબરની વિગતો વગેરે પુરાવા સાથે રાખવા.ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ મેળવી જરુરી સાધનિક કાગળો સાથે નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત ભવન, બાગાયત કચેરી, સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ પર મોકલવી. આ અંગેની વધુ વિગતો માટે બાગાયત કચેરીના ફોન નં. (૦૨૭૯૨-૨૨૩૮૪૪) પર સંપર્ક કરવો, તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts