સાવરકુંડલા પંથકના છેવાડાના ક્રિકેટ પ્રેમીઓમાં પડેલી રમતગમત પ્રત્યે અવેરનેસ વધે તથા યુવાનોની ક્ષમતા બહાર લાવવાના મુખ્ય ધ્યેય સાથે સાવરકુંડલા શહેર નજીક મહુવારોડ ખાતે સ્પોર્ટ્સ સંકુલની બાજુમાં ૧૫ વિઘામાં ધારાસભ્ય શ્રી કસવાલા ની રજુઆત ને ધ્યાને લઇ રાજય સરકારે જિલ્લાનું પ્રથમ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે મંજૂરી આપવામાં આવી છે સાવરકુંડલા પંથકના યુવાનોમા ક્રિકેટ પ્રત્યે જબરો લગાવ છે ત્યારે ક્રિકેટ પ્રેમીઓ ની લાગણી ને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી મહેશભાઇ કસવાલા એ રાજય સરકાર માં રજુઆત કરી ને જિલ્લા નુ પ્રથમ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે ની મંજૂરી આપી જેમાં ધારાસભ્યશ્રી કસવાલા ની મહેનત રંગ લાવી જેથી ક્રિકેટ પ્રેમીઓ માં હર્ષ ની લાગણી જોવા મળી રહી છે અને ધારાસભ્યશ્રી કસવાલા ને ફોન થી અભિનંદન ની વર્ષા થઇ રહી છે..
રાજય સરકારે અમરેલી જિલ્લાનું પ્રથમ ક્રિકેટ ગ્રાઉન્ડ સાવરકુંડલામાં બનાવવા જગ્યા મેળવવા માટે આપી મંજૂરી

Recent Comments