રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રૂા.પ૦૦ કરોડના કૃષિ સહાય પેકેજને આવકારતા સાંસદ નારણભાઈ કાછડીયા
સાંસદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ક’ષિ મંત્રી આર.સી.ફળદુનો આભાર વ્યકત કયોૅ. બાગાયત પાક મૂળ સહીત ઉખડી ગયા હોય તેમને રૂા. ૧ લાખ પ્રતિ હેકટર (બે હેકટરની મયૉદામાં) સહાય બાગાયત પાકમાં ૩૩% થી વધુ નુકશાન હોય તેમને રૂા. ૩૦ હજાર પ્રતિ હેકટર (બે હેકટરની મયૉદામાં) સહાય. ઉનાળુ પાકમાં ૩૩% થી વધુ નુકશાન હોય તેમને રૂા. ર૦ હજાર પ્રતિ હેકટર (બે હેકટરની મયૉદામાં) સહાય. એક અઠવાડિયામાં ખેડુતોના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી. ના માધ્યમથી સહાય જમાં કરવામાં આવશે
ગુજરાત પર ત્રાટકેલ તાઉતે વાવાઝોડાને લીધે ગુજરાતમાં બાગાયતી પાકો અને ઉનાળુ પાકોને વ્યાપક પ્રમાણમાં નુકશાન જવા પામેલ છે. ત્યારે આ નુકશાન સામે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ રૂા. પ૦૦ કરોડના ક’ષિ સહાય પેકેજને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ આવકારેલ છે અને પેકેજ બદલ માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને ક’ષિ મંત્રી આર.સી.ફળદુનો સહદય આભાર વ્યકત કરેલ છે. આ તકે સાંસદે જણાવેલ છે કે, તાઉતે વાવાઝોડાથી ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને બોટાદ જી૬ત્સિલાઓની સાથે દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ અને ભરૂચ જી૬ત્સિલાઓમાં ખુબ જ તારાજી સજૉયેલ છે અને રાજયના તાલુકાઓમાં અંદાજીત બે લાખ હેકટર વિસ્તારના ક’ષિ અને બાગાયતી પાકોને ખુબ જ નુકશાન થયેલ છે. ત્યારે ખેડુત પુન: બેઠો થાય તે માટે આ પેકેજ મદદરૂપ સાબીત થશે.
સાંસદે વધુમાં જણાવેલ છે કે, આ પેકેજ અંતગૅત બાગાયતી પાકો જેવા કે, આંબા, નાળીયેરી, ચીકું, લીંબુ જેવા બહુ વષોૅયુ ફળાવ ઝાડ પડી જવાના કે,મુળ સહિત ઉખડી જવાથી કાયમી નાશ પામવાના કિસ્સામાં રાજય સરકારે હેકટર દીઠ મહતમ રૂા. ૧ લાખની સહાય (બે હેકટરની મયૉદામાં) મળવાપાત્ર થશે. ઉપરાંત જયાં ઝાડ ઉભા છે પરંતુ પાક ખરી પડયો છે અને ૩૩ % થી વધુ નુકશાન થયુ હોય તેવા કિસ્સામાં રૂા. ૩૦ હજાર પ્રતિ હેકટર સહાય વધુમાં વધુ બે હેકટરની મયૉદા માં આપવામાં આવશે. ઉનાળુ પાકો જેવા કે, તલ, બાજરી, મગ, અડદ, ડાંગર, મગફળી, ડુંગળી, કેળ, પપૈયા વગેરેમાં ૩૩% થી વધારે નુકશાન થયુ હોય તેવા કિસ્સામાં ઉત્પાદન નુકશાન સહાય પેટે હેકટર દીઠ રૂા. ર૦ હજાર ની સહાય વધુમાં વધુ બે હેકટરની મયૉદામાં આપવામાં આવશે અને આ સહાય ફકત એક અઠવાડિયામાં ખેડુતના બેંક એકાઉન્ટમાં ડી.બી.ટી. ના માધ્યમથી જમા થશે. અંતે પેકેજ બદલ સાંસદે પુન: માન. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ અને ક’ષિ મંત્રી આર.સી.ફળદુનો આભાર વ્યકત
કરેલ છે.
Recent Comments