રાજસ્થાનના જોધપુર સ્થિત સોહનલાલ વડેરા દ્વારા શાળાના ધોરણ ૧ થી ૧૨ના તમામ બાળકોને તૈયાર અને નવા કપડાંનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
તળાજા તાલુકાના ફુલસર ગામે આવેલ વ્રજભુમી વિદ્યાલય ખાતે આજે રાજસ્થાનના જોધપુર સ્થિત સોહનલાલ વડેરા દ્વારા શાળાના ધોરણ ૧ થી ૧૨ના તમામ બાળકોને તૈયાર અને નવા કપડાંનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.લોક સાહિત્યકાર માયાભાઈ આહીર ની પ્રેરણાથી અહીં ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતી કોઈપણ દીકરીની સ્કૂલ ફી લેવામાં આવતી નથી. શાળા સ્થાપના પછી અહીં તમામ દીકરીઓને નિશુલ્ક પ્રવેશ સાથે મફત શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે,જે સરાહનીય બાબત છે.વડેરા પરિવાર દ્વારા કપડાં વિતરણ ના આજના કાર્યક્રમમાં સત્ય,પ્રેમ કરુણા ફાઉન્ડેશન, ભગુડાના પ્રમુખ લક્ષ્મણભાઈ કામળિયા જીતુભાઈ જોશી તથા ઘનશ્યામભાઈ સભાડિયા સહિતના જોડાયા હતા.
Recent Comments