રાજસ્થાનના નાણાંમંત્રી દિયા કુમારીએ વિધાનસભામાં નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ નું પ્રથમ પૂર્ણ બજેટ રજૂ કર્યું

ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની રાજસ્થાન ના નાણાંમંત્રી દિયા કુમારીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ – ૨૫ નું બજેટ રજૂ કર્યું હતું જેમાં રાજ્યમાં પ્રથમ વખત નવ ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. મેરીટોરીયસ શાળાના વિદ્યાર્થીઓને ઈન્ટરનેટ સાથે મફત ટેબલેટ આપવામાં આવશે, આગામી પાંચ વર્ષમાં ચાર લાખ ભરતી કરવાનું, યુવાનો માટે નીતિઓ બનાવવા, ૨૫ લાખ ગ્રામીણ મકાનોમાં નળનું પાણી આપવાનું વચન આપ્યું હતું.
રાજ્ય નાણામંત્રી દિયા કુમારીએ પોતાના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક આયુષ્યમાન સીએચસી બનાવવામાં આવ્યું છે. આ સીએચસીમાં શબઘરનું બાંધકામ પણ પ્રસ્તાવિત છે. મધર હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન હેઠળ ૩ વર્ષમાં ૧૫ હજાર કરોડ રૂપિયાનું કામ કરવામાં આવશે. આ સાથે મા વાઉચર યોજના લાગુ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. એક્સપ્રેસ વે અને અન્ય હાઈવે પર વધી રહેલા અકસ્માતોને ધ્યનમાં રાખીને બજેટમાં છ ટ્રોમા સેન્ટર બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બાંદીકુઈ અને દૌસામાં ટ્રોમા સેન્ટર બનાવવામાં આવશે.
મુખ્યમંત્રી ભજનલાલ શર્માની આગેવાની વાળી સરકારના બજેટની મુખ્ય વિશેષતાઓમાં બે લાખ ઘરોને વીજળી જોડાણ, કશી વિશ્વનાથ મંદિરની તર્જ પર ખાટું શ્યામ મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાના કોરિડોરનું નિર્માણ અને રાજસ્થાન પ્રવાસન વિકાસ બોર્ડની રચનાનો સમાવેશ થાય છે. નાયબ મુખ્યમંત્રી દિયા કુમારીએ કહ્યું કે, રાજ્ય સરકારે ૧૦ ઠરાવો પર કામ કરવાનો ર્નિણય કર્યો છે. તેમણે કહ્યું કે, તેમની સરકાર રાજ્યને ૩૫૦ અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા, પાણી, વીજળી અને રસ્તાની સુવિધાઓ સુધારવા, આયોજનબદ્ધ શહેરી વિકાસ અને ખેડૂતોના સશક્તિકરણ માટે પતીબદ્ધ છે. કુમારીએ જાહેરાત કરી કે બજેટમાં સ્વાસ્થ્ય ક્ષેત્ર માટે ૨૭ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
Recent Comments