ગુજરાત

રાજસ્થાનના ભરતપુર નજીક ગુજરાતની બસનાં અકસ્માતને લઈ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યુ

રાજસ્થાનના ભરતપુર નજીક ગુજરાતની બસને અકસ્માત નડ્યો છે. આ માર્ગ અકસ્માતમાં ૧૧ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ૧૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ત્યારે આ ઘટનાને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યુ છે. તો બીજી તરફ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે સમગ્ર ઘટનાને લઇને રાજસ્થાનના તંત્રના સંપર્કમાં હોવાનું જણાવ્યુ છે. સાથે જ ઇજાગ્રસ્તોની સારવાર માટે બનતા તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી છે. ગુજરાતીઓને નડેલા અકસ્માત મુદ્દે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે ટ્‌વીટ કર્યુ છે. ગુજરાતી મુસાફરોના મૃત્યે અંગે ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલે શોક સંદેશ વ્યક્ત કર્યો છે. ટ્‌વીટ દ્વારા ભૂપેન્દ્ર પટેલે મૃતકોને શ્રધ્ધાંજલિ આપી છે. મૃતકોના પરિવારજનોને પ્રત્યે તેમણે સંવેદના વ્યક્ત કરી છે.

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળે ઘટના અંગે દુખ વ્યક્ત કર્યુ હતુ અને જણાવ્યુ હતુ કે ઘટનાને લઇને તેમણે રાજસ્થાનના ભરતપુરના કલેક્ટર સાથે વાત કરી છે અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક તમામ પુરતી સારવાર અપાવવા વિનંતી કરી છે.સાથે જ તેમણે ત્યાંના ભાજપના ઘારાસભ્ય સાથે પણ સંપર્ક કરી તમામ લોકોની મદદ કરવા પણ કહ્યુ હતુ.ભારતીબેને જણાવ્યુ હતુ કે મૃતકોના પાર્થિવ દેહને પણ વતન લાવવા માટેની તમામ વ્યવસ્થા કરાવવામાં આવી રહી છે. ગુજરાતના ભાવનગરની બસને નડેલા અકસ્માતની ઘટનામાં ૧૧ના જીવ ગયા છે.ભાવનગરથી મથુરા જઇ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. મૃતકો ભાવનગરના તળાજા તાલુકાના દીહોરના વતની હોવાનું સામે આવ્યુ છે. મૃતકોમાં ૬ મહિલા અને ૫ પુરુષોનો સમાવેશ છે. પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બસને ટક્કર મારી હતી. દ્ગૐ-૨૧ પર વહેલી પરોઢે ૪ કલાકે અકસ્માતની ઘટના બની હતી. બસ ભાવનગરની કાર્તિક ટ્રાવેલ્સની હોવાની વિગતો છે.

Related Posts