fbpx
રાષ્ટ્રીય

રાજસ્થાનની સૌથી હોટ સીટ બાડમેર જેસલમેર પર અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી ના કારણે ભારે ત્રિકોણીય જંગ

૨૬ એપ્રિલના રોજ બાડમેરમાં લોકસભા ચૂંટણી નું મતદાન યોજવાનું છે, આ સીટ પર સૌ કોઈ નજર રાખી રહ્યું છે. બાડમેર સીટ પરથી ત્રિકોણીય જંગના કારણે ચૂંટણી રોમાંચક બની રહી છે. જેનું મુખ્ય કારણ અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર સિંહ ભાટી.તેવું માનવામાં આવી રહ્યું છે કે ભાટીએ કોંગ્રેસ અને ભાજપ બંન્નેની ઊંઘ હરામ કરી નાખી છે. ૨૬ એપ્રિલના રોજ બાડમેરમાં મતદાન છે જેને લઈ હવે રવિન્દ્ર સિંહ ભાટીએ ખાસ પ્લાન બનાવ્યો છે,

જેના હેઠળ સોમવારથી રવિન્દ્ર સિંહ ભાટીએ હેલિકોપ્ટરથી લોકસભામાં તમામ દાવપેચ લગાવી રહ્યા છે. જેને લઈ સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા થઈ રહી છે. ભાટી જેસલમેર વિધાનસભાના ઘણા વિસ્તારોમાં ચૂંટણી રેલીના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. ભાટી આ તમામ રેલીઓમાં હેલિકોપ્ટર દ્વારા કરી હતી. રવિનદ્ર સિંહ ભાટી હેલિકોપ્ટરથી પ્રચાર કરનાર પહેલા અપક્ષ ઉમેદવાર છે. ભાટીના ચાહકોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈ રવિન્દ્ર સિંહ ભાટી સોશિયલ મીડિયા પર ટ્રેંડ થઈ રહ્યા છે. હેલિકોપ્ટર દ્વારા રવિન્દ્ર સિંહ ભાટી ૨૬ એપ્રિલ પહેલા અનેક ચૂંટણી રેલીને સંબોધિત કરશે.

Follow Me:

Related Posts