ગુજરાત

રાજસ્થાનમાંથી ગુજરાતમાં લવાતો ૧૨૦૦ પેટી દારૂનો ૪ કરોડનો જથ્થો જપ્ત

કોરોનાકાળમાં પણ બુટલેગરો થમવાનું નામ નથી લેતાં. આમ તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે પણ છાસવારે પોલીના હાથે લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. ગુજરાત બોર્ડરથી ૧૧૦ કિ.મી. દૂર દારૂ ઝડપાયો છે. ગુજરાતમાં લવાતો ૧૨૦૦ પેટી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. રાજસ્થાનના સિરોહીના ભુજેલની હદમાંથી ૧૨૦૦ પેટી દારૂનો જથ્થો ઝડપાયો છે. જેમાં મોટી સંખ્યામાં દારૂ લેવા આવેલા મોટાભાગના વાહનો ગુજરાતના હોવાનો ખુલાસો થયો છે. ૧૨૦૦ પેટી દારૂના જથ્થો ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહ્યો હતો, પરંતુ બિકાનેર સહિત ૫ જિલ્લાના ૈં્‌ની ટીમનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના સામે આવી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં ફરી એકવાર દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડ્યા છે. રાજસ્થાનના સિરોહી જિલ્લાના ભુજેલ જિલ્લાની હદમાંથી કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં લવાતો હતો, ત્યારે બિકાનેર સહિત ૫ જિલ્લાના ૈં્‌ની ટીમનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આ ઘટના સામે આવી હતી. ૧૨૦૦ પેટી દારૂના જથ્થાની કુલ રકમ ૦૪ કરોડ રૂપિયા જેટલી થાય છે.

ગુજરાતની બોર્ડરથી માત્ર ૧૧૦ કિલોમીટર અંતરેથી કરોડો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. રાજસ્થાનના સિરોહી જિલ્લાના ભુજેલ જિલ્લાની હદમાં કરોડોનો દારૂનો જથ્થો ગુજરાતમાં ઘૂસાડાતો હતો. ત્યારે દારૂનો જથ્થો લેવા આવેલા તમામ વાહનોમાંથી મોટા ભાગના વાહનો ગુજરાત પાર્સિંગના હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત તો એ છે કે મોટાભાગના વાહનો અમદાવાદના હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની બાતમીના આધારે બિકાનેર સહિત પાંચ જિલ્લાના આયકર વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. અંદાજિત કુલ રૂપિયા ૦૪ કરોડનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બિકાનેર સહિત પાંચ જિલ્લાના આયકર વિભાગના અધિકારીઓની ટીમે આ ઘટનામાં ૦૫ મીની ટ્રક અને ૦૮ ફોર વહીલર ગાડીઓ જપ્ત કરી છે અને ૧૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ૧૨૦૦ ઈંગ્લીશ દારૂની પેટીઓ જપ્ત કરવામાં આવી છે.

Related Posts