રાજસ્થાની યુવકે ૨૨ વર્ષે પિતાની હત્યાનો બદલો લીધો છે. તેણે પિતાને જે રીતે જીપ નીચે કચડીને મારી નાખવામાં આવ્યા હતા તે જ રીતે તેમના હત્યારાને તેની બોલેરો નીચે કચડીના મારી નાખ્યા છે. પિતાની હત્યા કરવામાં આવી ત્યારે તે યુવક ફક્ત આઠ વર્ષનો હતો. રાજસ્થાની યુવકે ૨૨ વર્ષે પિતાની હત્યાનો બદલો લીધો છે. તેણે પિતાને જે રીતે જીપ નીચે કચડીને મારી નાખવામાં આવ્યા હતા તે જ રીતે તેમના હત્યારાને તેની બોલેરો નીચે કચડીના મારી નાખ્યા છે. પિતાની હત્યા કરવામાં આવી ત્યારે તે યુવક ફક્ત આઠ વર્ષનો હતો.
સમગ્ર ઘટનામાં જાેઈએ તો સોમવારે બોડકદેવ વિસ્તારના જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ પાસે એક ૬૦ વર્ષીય વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસ બોલેરોના ચાલકે તેને ટક્કર મારી હતી, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. જાેકે, આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી બોલેરો ચાલકની ધરપકડ કરી છે. ડ્રાઈવરની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે જ્યારે આરોપી ૮ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું પણ આવી જ રીતે જીપની ટક્કરથી મોત થયું હતું. તેથી, બદલો લેવા માટે, તેણે અકસ્માતનો સામનો કર્યો અને નખતસિંહની હત્યા કરી. ગત ૧ ઓક્ટોબરના રોજ મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ થલતેજ ટાઈટેનિયમ ચોક ખાતે રહેતા નખતસિંહ ભાટી સાઈકલ પર બોડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લોટ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન બોલેરો વાહનના ચાલકે પૂરપાટ ઝડપે તેને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો,
જેમાં નખતસિંહનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ મામલે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ અને માનવ સ્ત્રોતોના આધારે પોલીસે ગોપાલસિંહ હરિસિંગ ભાટી ની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતાં ગોપાલસિંહ ભાટીએ નખતસિંહને મારવાના ઈરાદે પૂરપાટ ઝડપે બોલેરો ચલાવી હતી અને પાછળથી સાયકલને ટક્કર મારી હોવાનું બહાર આવ્યું હતું. જાેકે, પોલીસને જાણવા મળ્યું હતું કે આ કેસમાં જૂની અદાવતના કારણે આરોપીએ નખતસિંહની હત્યા કરી હતી. સીસીટીવી ફૂટેજ અને માનવ સ્ત્રોતોના આધારે પોલીસે ગોપાલસિંહ હરિસિંગ ભાટીની ધરપકડ કરી હતી. આરોપીની કડક પૂછપરછ કરતાં ગોપાલસિંહ ભાટીએ નખતસિંહને મારવાના ઈરાદે પૂરપાટ ઝડપે બોલેરો ચલાવી હતી અને પાછળથી સાયકલને ટક્કર મારી હોવાનું બહાર આવ્યું હતું. જાેકે, આ કેસમાં જૂની અદાવતના કારણે આરોપીએ તખ્તસિંહ અને આરોપી ગોપાલ સિંહની હત્યા કરી હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. મૃતક નખત સિંહે વર્ષ ૨૦૦૨માં આરોપી ગોપાલ સિંહ ભાટીના પિતા હરિ સિંહ ખુશાલ સિંહ ભાટીની તેના વતન રાજસ્થાનમાં હત્યા કરી હતી.
Recent Comments