રાજસ્થાનમાં વરસાદી આફત બની જીવલેણજાેધપુરમાં એક ફેક્ટરીની દીવાલ ધરાશાયી; ૩ લોકોના મોત, ૬ થી વધુ લોકો ઘાયલ
રાજસ્થાનમાં સતત વરસી રહેલા વરસાદે તારાજી સર્જી છે, જાેધપુરમાં વરસેલા અતિ ભારે વરસાદને કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બોરાનાડામાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતા ૩ લોકોના મોત થયા હતા. તે જ સમયે, ૯ કામદારો ઘાયલ થયા હતા. આ અકસ્માત સવારે ૩ વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પોલીસે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અચાનક થયેલા અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી.
જાેધપુર બોરાનાડા પોલીસ સ્ટેશનના એસએચઓ શકીલ અહેમદે જણાવ્યું કે ભારે વરસાદને કારણે ન્યૂ મહાલક્ષ્મી ફેક્ટરીની દિવાલ રાત્રે ૩ વાગે ધરાશાયી થઈ હતી. ફેક્ટરીની દિવાલ પાછળ કામદારો માટે ટીન શેડ હતા. આવી સ્થિતિમાં, પાછળની દિવાલ કામદારોના ટીન શેડ પર પડી હતી, જેમાં લગભગ ૧૨ કામદારો દટાયા હતા. આ ઘટના અંગે માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ તેમના કાફલા સાથે ૩.૩૫ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ, ત્યાં સુધીમાં ત્રણ મજૂરોના મોત નીપજ્યા હતા. સાથે જ દિવાલ કાપીને ૯ મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલ થયેલા તમામ મજૂરોને જાેધપુર છૈંૈંસ્જી માં દાખલ કરવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં નંદુ ઉમર ૪૫ વર્ષ, સુનીતા ૩૨ વર્ષ અને મંજુ ૩૫ વર્ષ કાટમાળમાં ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યા હતા. આ દરમિયાન પાનસુરામ (૩૨), સંજય (૨૩), માંગીબાઈ (૫૦), પવન (૧૯), શાંતિ (૩૩), દિનેશ (૩૪), હરિરામ (૨૮), પુરીની પત્ની દિનેશ અને દિનેશનો પુત્ર ગંગારામ ઘાયલ થયા હતા. જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
Recent Comments