રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ઉદયપુર પોલીસે ૬૦ લાખ રૂપિયા જપ્ત કર્યા

રાજસ્થાનમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આમ છતાં હવે દારૂની હેરાફેરી સાથે ચલણી નોટોની પણ મોટાપાયે હેરફેર પણ શરૂ થઈ ગઈ છે. પોલીસ પ્રશાસન પણ નાકાબંધી કરીને રોકડ અને દારુની હેરફેરને ડામવા પ્રયાસ કરી રહ્યું છે. ઉદયપુરના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા નાકાબંધી કરવામાં આવી રહી છે. દરમિયાન, પ્રતાપ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી દરમિયાન, એક કારમાં ચલણી નોટોના બંડલ જાેઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ઉદયપુર શહેરમાં નાકાબંધી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશન ઓફિસર હિમાંશુ સિંહ રાજાવતની ટીમ દ્વારા પ્રતાપ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકાબંધી કરવામાં આવી રહી છે. પોલીસે તમામ વાહનોને રોકીને તપાસ કરી રહી હતી તે સમયે સામેથી આવતી આઈ-૨૦ કારને પણ તપાસઅર્થે રોકવામાં આવી હતી. પોલીસે કારની તપાસ કરતાં કારમાંથી કાગળનું કાર્ટન મળી આવ્યું હતું.
જેના પર ટેપ હતી. પોલીસે તે કાર્ટન ખોલતા જ ત્યાં ઉભેલા પોલીસકર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. તે કાર્ટનમાં રૂપિયા ૫૦૦ અને ૨૦૦ની નોટોના બંડલો હતા. ડેપ્યુટી શિપ્રા રાજાવતના જણાવ્યા અનુસાર કારમાંથી મળેલા કાર્ટનમાં ૫૦૦ રૂપિયાની નોટોના ૧૧૮ બંડલ હતા. પાંચ બંડલ ૨૦૦ રૂપિયાની નોટના હતા. પોલીસે ગણતરી કરતાં કુલ રૂ.૬૦ લાખ મળી આવ્યા હતા. પોલીસે કાર માલિક વિશાલ મહેતા પાસેથી આટલી મોટી રકમની માહિતી લીધી ત્યારે તે કોઈ સાચી માહિતી આપી શક્યો ન હતો. પ્રતાપ નગર પોલીસે કલમ ૧૦૨ હેઠળ ૬૦ લાખ રૂપિયા જપ્ત કર્યા છે. આ ઉપરાંત ૈં-૨૦ કાર પણ જપ્ત કરવામાં આવી છે. પોલીસ કાર માલિક પાસેથી માહિતી એકઠી કરી રહી છે કે તે આટલા પૈસા ક્યાંથી લાવી રહ્યો હતો? આ રૂપિયા કઈ જગ્યાએ લઈ જતા હતા? પોલીસના આ સવાલોના જવાબ કાર માલિક સંતોષકારક આપી શક્યા નથી.
Recent Comments