રાજસ્થાન પહોંચી ભારત જાેડો યાત્રા, ઝાલાવાડમાં ભવ્ય સ્વાગત, લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ભારત જાેડો યાત્રા રવિવાર રાજસ્થાન પહોંચી ગઈ છે. મધ્ય પ્રદેશમાં ૧૨ દિવસમાં ૩૮૦ કિલોમીટરનું અંતર કાપ્યા બાદ આ યાત્રા રાજસ્થાનના ઝાલાવાડમાંથી પ્રવેશ કર્યો છે. આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસની એમપી કમિટિના પ્રમુખ કમલનાથ અને પાર્ટીના અન્ય નેતા પણ સામેલ રહ્યા હતા. અહીં કોંગ્રેસ કાર્યકર્તાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અહીં રાહુલે અશોક ગેહલોત અને કમલનાથ સાથે ડાંસ પણ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, હું ભાજપ અને આરએસએસને નફરત નથી કરતો, પણ હું દેશને ડરવા નહીં દઉં. મોંઘવારી વધી રહી છે, પણ બધું ધન અમુક ત્રણ ચાર ઉદ્યોગપતિઓના હાથમાં જઈ રહ્યું છે.
જે યોગ્ય નથી. અમે મધ્ય પ્રદેશના નેતાઓ સાથે ચાલ્યા, તેમને છોડવાનું દુઃખ થઈ રહ્યું છે. પણ રાજસ્થાન આવીને ખુશી થઈ છે. આ યાત્રાનો લાંબો મેસેજ જાય છે. યાત્રા ૭ વાગે શરુ થવી જાેઈએ, મને મેસેજ આવ્યો, હું કહું છું કે થોડી અ઼ડચણો આવશે. અમે ૬ વાગે ચાલીશું. અમે ૨૫-૨૬ કિમી ચાલીશું. આ સાવરકરની પાર્ટી નથી. આ ગાંધીની પાર્ટી છે. અમને તપ કરવાનું આવડે છે, અમે તકલીફો સહન કરીશું. રાહુલ ગાંધીએ કહ્યું કે, પદયાત્રાથી તેમને ઘણું બધું શિખવા મળ્યું છે. જે વસ્તુ હવાઈ મુસાફરી, હેલીકોપ્ટર અથવા ગાડીમાં નથી સમજી શકાતી, તે પગપાળામાં સમજાય છે. ખેડૂતો સાથે હાથ મિલાવ્યા બાદ કોઈ સમજી શકે કે, તે શું કરી રહ્યા છે. જે હેલીકોપ્ટરથી નથી શિખી શકાતું.
Recent Comments