રાજસ્થાન બોર્ડર પર બીએસએફે પાકિસ્તાની ઘુષણખોરની ધરપકડ કરી
પયગંબર મોહમ્મદ પર વિવાદિત ટિપ્પણી કર્યા બાદ જ્યાં ભાજપની પૂર્વ નેતા નૂપુર શર્મા કોર્ટનો દરવાજાે ખખડાવી રહી છે. આ વચ્ચે રાજસ્થાનમાં તેની સાથે જાેડાયેલો ચોંકાવનારો ખુલાસો થયો છે. જાણવા મળ્યું છે કે રાજસ્થાનના ગંગાનગર જિલ્લામાં સ્થિત હિન્દુમલકોટ પર પાછલા દિવસોમાં બીએસએફે જે પાકિસ્તાન ઘુષણખોરની ધરપકડ કરી હતી, તેને ષડયંત્ર હેઠળ ભારત મોકલવામાં આવ્યો હતો. બીએસએફની પૂછપરછમાં તેને લઈને ચોંકાવનારા ખુલાસા થયા છે. આરોપી ભાજપની પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને મારવાની ફિરાકમાં હતો.
તેની પાસે ઘણી શંકાસ્પદ વસ્તુઓ મળી છે. ગુપ્તચર એજન્સી ઈન્ટલિજન્સ બ્યૂરો, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ અને મિલિટ્રી એજન્સીની સંયુક્ત ટીમ તેની પૂછપરછ કરી રહી છે. ૧૬ જુલાઈની રાત્રે આશરે ૧૧ કલાકે શ્રીગંગાનગર જિલ્લાથી લાગેલા હિન્દુમલકોટ બોર્ડર ફેન્સિંગ પર શંકાસ્પદ વ્યક્તિ ફરી રહ્યો હતો. પેટ્રોલિંગ ટીમને શંકા થઈ તો તેની પૂછપરછ કરી હતી. તે યોગ્ય રીતે જવાબ આપી શક્યો નહીં. સર્ચ કરવા દરમિયાન તેની પાસે ૧૧ ઈંચનો ધારદાર ચાકુ, ધાર્મિક પુસ્તકો, મેપ, કપડા અને ભોજનનો સામાન મળ્યો હતો.
Recent Comments